જસદણના ચેક રિટનૅના ગુનામાં અારોપી સામે પકડ વોરંટ ઈસ્યુ

13 March 2018 03:33 PM
Jasdan
Advertisement

જસદણ, તા. ૧૩ અાકેસની હકીકત અેવી છે કે જસદણ અાનંદધામ પાકૅમાં રહેતા ફરીયાદી દિલીપભાઈ ગોવિંદભાઈ ચાવ અા કામના પટેલ ભીખાભાઈ હરજીભાઈ મોલીયાઅે અાપેલ રૂા. પંદર લાખનો ચેક રીટનૅ થતા જસદણ કોટૅમાં ફરીયાદ કરેલ. અા કેસમાં અારોપી જસદણ કોટૅમાં હાજર રહેતા ન હોય, સમન્સ વોરંટની બજવણી જસદણ પોલીસ મારફત થવા દેતા ન હતા. અા કામે અારોપીના અેડવોકેટ અેન.ડી.રાઠોડે જસદણ કોટૅમાં પકડ વોરંટ કાઢવાની અરજી અાપતા રાજકોટના ડી.અેસ.પી. સાહેબ મારફત પકડ વોરંટની બજવણી કરવાનો હુકમ ફરમાવેલ છે. અા કામે ફરીયાદીના વકીલ તરીકે અેન.ડી.રાઠોડ અેડવોકેટ તથા વિજય પરમાર વગેરે રોકાયેલા છે.


Advertisement