વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તારના રામપુરમાં અઠવાડીયે પાણી વિતરણ

13 March 2018 03:31 PM
Amreli
  • વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તારના રામપુરમાં અઠવાડીયે પાણી વિતરણ
  • વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તારના રામપુરમાં અઠવાડીયે પાણી વિતરણ

ગામની પાણીની ટાંકી જોખમી હાલતમાં: રજુઆતો એળે ગઈ

Advertisement

(પરેશ પરમાર) રામપુર તા.13
રાજયમાં ઉનાળાના આરંભે જ પાણીની સમસ્યા વિકટ બની છે ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તાર અમરેલી જીલ્લાના રામપુર ગામે પાણીનો પોકાર ઉગ્ર બન્યો છે. અઠવાડીયે માંડ એક વાર મળતા પીવાના પાણીને લીધે અહીં રહીશો પાણી વગર ટળવળી રહ્યા છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તાર રામપુરમાં અઠવાડીયે એક વખત પાણી વિતરણ લોકો પાણી માટે ટળવળી રહ્યા છે! રાજયમા ઉનાળાના આરંભે જ પાણીની સમસ્યા વિકટ બની છે ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તાર અમરેલી જીલ્લાના રામપુર ગામે પાણીનો પોકાર ઉગ્ર બન્યો છે. અઠવાડીયે માંડ એક વાર મળતા પીવાના પાણીને લીધે અહી રહીશો માટે પાણીના ફાંફા પડી રહ્યા છે.
અમરેલી જીલ્લાના વડીયાથી 12 કિલોમીટર દૂર આવેલુ રામપુર ગામ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તારમાં આવે છે તેમજ જીલ્લા પંચાયત તાલુકા પંચાયત સહિત ત્રણેય કોંગ્રેસ છે છતાં પણ આ ગામમા ઉનાળાના આરંભે જ પાણીનો પોકાર ઉઠવા શરૂ થયા છે. અંદાજે પચ્ચીસોથી ત્રણ હજારની વસ્તી ધરાવતા રામપુર ગામમાં નર્મદાનુ પીવાનુ પાણી છ થી આઠ દિવસે આવે છે અને તે પણ જરૂરીયાતના 33 ટકા જ. આથી ગામની મહિલાઓએ માથે બેડા મૂકી દૂર - દૂર સુધી પાણી ભરવા જવુ પડે છે.
ગામના ભાગોળે માત્ર બે બોર આવેલા છે તેમાં પણ મોળુ અને ખારૂ પાણી આવે છે એટલે તેનો ઉપયોગ ઘરવપરાશમાં થાય છે. અહીની ગ્રામ પંચાયત લોકો પાસેથી 200 થી 500 રૂપિયા ઉઘરાવી પાણીના ટાંકા મંગાવે છે. તે પણ બહારના ગામમાંથી પાણી લાવવામાં આવે છે. જેથી ઢોર અને મનુષ્યોને પણ પીવાના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે અમરેલી કાર્યપાલકને તથા અમરેલીના અનેક નેતાઓને રજુઆત કરવા છતા હજુ ઉકેલ આવ્યો નથી. ત્યારે ગ્રામજનોની માગ છે કે તેમના ધારાસભ્ય પરેશ ધાનાણી આ મુદો ગૃહમાં ઉછાળે જેથી ગામ લોકોની સમસ્યા ઉકેલાય અને મતદતાઓને પસ્તાવો ન થાય.
અમરેલી જીલ્લાના રામપુરના રહેણાક વિસ્તારમાં મોટી પાણીની ટાંકી આવેલી છે. આ ટાંકામાં પાણી તો નથી પરંતુ ટાંકીના પોપડા પડવાને કારણે ઘણીવાર પશુઓના મૃત્યુ પણ થઈ ચૂકયા છે. એટલે ગામના લોકોએ ટાંકી પાડવા માટે તંત્રમાં અનેકવાર રજૂઆતો કરી છે પણ કોઈ ઉકેલ આવ્યો નથી. જર્જરીત ટાંકીને કારણે લોકો સતત ભયમાં જીવે છે.


Advertisement