હીઝ હોલીનેસ ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ની આજે અમદાવાદમાં પધરામણી: હર્ષોલ્લાસ

13 March 2018 03:27 PM
Ahmedabad
  • હીઝ હોલીનેસ ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ની
આજે અમદાવાદમાં પધરામણી: હર્ષોલ્લાસ

વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના 53માં દાઈ સર્વોચ્ચ ધર્મગુરૂ

Advertisement

રાજકોટ તા.13
વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝહોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) આજે સવારે 8-45 કલાકે ઈન્દૌર ગાંધીનગર એકસપ્રેસ ટ્રેઈન દ્વારા અમદાવાદ પધારેલ હતા. રેલ્વે સ્ટેશને ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. તથા ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ.) અમદાવાદમાં કુત્બી મજારમાં પધારેલ હતા. ત્યાં હજારોની સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ-બહેનો- બાળકોને દીદારનું શરફ આપેલ હતું.
આજે રાત્રે સૈયદના કુત્બુદ્દીન શહીદના ઉર્ષ મુબારકની મજલીસમાં પધારશે આવતીકાલે ઉર્ષ મુબારકના દિવસે વાઅઝ ફરમાવશે. જેમાં વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના લોકો અમદાવાદ હજારોની સંખ્યામાં આવેલ છે. સૌરાષ્ટ્રના ગામેગામથી સંખ્યાબંધ સ્પે. બસ દ્વારા દાઉદી વ્હોરા સમાજ ઉર્ષ મુબારક પ્રસંગે અમદાવાદ આવે છે. તેમ અમદાવાદથી શેખ યુસુફઅલી જોહર કાર્ડઝ વાળાએ જણાવ્યુ હતું.


Advertisement