રાણાવાવ નજીકના બરડાડુંગરમાં દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો

13 March 2018 03:25 PM
Porbandar Crime

હજાર લીટર આથો, બેરલ સહિત મુદામાલ કબ્જે : પોલીસ તપાસનો ધમધમાટ

Advertisement

(બી.બી.ઠક્કર) રાણાવાવ તા.13
રાણાવાવ નજીક આવેલા બરડા ડુંગરમાં ખાખરા વાડા નેશ નજીક જરમાં ચાલતી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ દ્વારા રેડ કરી દારૂ બનાવવાનો આથો બે ટકા તેમજ પતરાના ડબ્બા અન્ય માલસામાન પોલીસે પકડી પાડેલ છે.
આ અંગેની વિગતો એવી છે કે સાત વીરડા નેશમાં રહેતો બાલુ સોગા નામનો શખ્સ દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી દારૂ બનાવવાનો આથો લી.1000 પ્લાસ્ટીકના બેરલ પ પતરાનાં ડબ્બા 2પ બોઇલર બેરલ અને મળી કુલ રૂા.6725નો મુદામાલ રાણાવાવ પીએસઆઇ ભારાઇ તેમજ સ્ટાફે પકડી પાડેલ છે.
રાણાવાવના પ્રૌઢનું અકસ્માતમાં મોત
રાણાવાવથી પોરબંદર તરફ જતા રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢીએ રાણાવાવમાં રહેતા નાગાભાઇ હાજાભાઇ ગરેજા (ઉ.60) નામના વૃઘ્ધ દરરોજ પોતાના ઘરેથી ચાલીને સવાર સાંજ અગરબતી કરવા જતા હતા. ગઇકાલે સાંજે પણ નાગાભાઇ ગરેજા (ઉ.30) વારા સાંજના છ વાગ્યા આસપાસ બાપા સીતારામનાં મંદિરે જતા હતા. બાપા સીતારામની મઢી નજીક લાલ કલરની સ્વીફટ ગાડી નં.1299 પુરઝડપે પસાર થઇ અને નાગાભાઇ ગરેજાને હડફેટે લઇ ઘટના સ્થળે મોત નિપજાવી સ્વીફટ ગાડીનો ડ્રાઇવર નાસી છુટતા રાણાવાવ પોલીસે તપાસ હાથ ધરી છે.


Advertisement