જુનાગઢ સાંકળી તીર્થધામમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

13 March 2018 03:25 PM
Junagadh

તા.22થી 26 સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યજ્ઞનો પ્રારંભ: હજારો હરિભકતો ઉમટશે

Advertisement

જુનાગઢ તા.13
જુનાગઢની બગલમાં વડાલ ચોકી ગામ વચ્ચે સાંકળી તીર્થધામ શ્રી સ્વામીનારાયણ આશ્રમના કોઠારી સ્વામી વિવેકસાગર દાસજી દ્વારા તા.22 માર્ચથી 26 માર્ચ દરમ્યાન વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક મૂર્તિ પ્રતિષ્ઠા, અન્નકૂટ દર્શન, શ્રી નિલકંઠ ઈન્ટર નેશનલ સ્કુલનું ઉદઘાટન મહાયજ્ઞની સાથે કથાનો પ્રારંભ ઉપરાંત વડતાલ પીઠાધીપતી પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિ સાથે તેમના આશિર્વાદ વચન ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિવિધ પ્રદેશોના સંતો મહંતો સ્વામીનારાયણ સંપ્રદાયના ગુજરાત મુંબઈ સહિતના ધામોમાંથી સંતો તેમજ મોટી સંખ્યામાં હરીભકતો સત્સંગીઓ ખાસ ઉપસ્થિત રહેશે.
આ અંગે સાંજ સમાચારના જીલ્લા પ્રતિનિધિ રાકેશ લખલાણી સાથે વાતચીતમાં સ્વામી વિવેક પ્રસાદજીના જણાવ્યા મુજબ ગિરનારની છત્રછાયામાં વસેલ અને ભગવાન શ્રીહરીની પદ રજથી પાવન થયેલા સાંકડી ગામે જયાં તેરકોશીવાવમાં સ્નાન કરી શ્રીહરીએ તીર્થ પ્રદાન કર્યુ છે તેમજ સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ જયાં સદાવ્રત ચલાવી અનેક લોકોને પરીપૃત કર્યા છે. આ તિર્થ ભૂમીમાં માત્ર દોઢ વર્ષના સમયગાળામાં કો.શાસ્ત્રી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામીએ સ્વામીનારાયણ આશ્રમની સ્થાપના કરી સાથે શ્રી ઘનશ્યામ મહારાજની સ્થાપના કરવાનો સંકલ્પ સિધ્ધ કર્યો છે.
વિવિધ કાર્યક્રમોની રૂપરેખા
તા.22/3ને ગુરૂવારના યજ્ઞનો પ્રારંભ સવારે 7 કલાકે કરવામાં આવશે. તા.24/3ને શનિવારના બપોરના 3 કલાકે ઘનશ્યામ મહારાજની મૂર્તિની નગરયાત્રા નીકળશે. 3-30 કલાકે કથાનો પ્રારંભ થશે જેમાં વ્યાસપીઠ પર શાસ્ત્રી શ્રી રાધારમણદાસજી સ્વામી (જામજોધપુરવાળા) રસપાન કરાવશે. રાત્રીના નવ કલાકે ભજનના આરાધક કીર્તીદાન ગઢવી તથા બીરજુ બારોટ રમઝટ બોલાવશે. તા.25/3ને રવીવારના વડતાલ બોર્ડના પ.પૂ.ધ.ધૂ. આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ આશીર્વાદ વચન પાઠવશે. બાદ અન્ન કુટોત્સવ હરીભકતો સંતો માટે ખુલ્લો મુકાશે. તેમજ પ્રાણ પ્યારા ઘનશ્યામ મહારાજનો ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે તેમજ નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કુલનું ઉદઘાટન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને ગુજરાતના નાથ વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. રાત્રીના નવકલાકે ઘનશ્યામ જન્મોત્સવ, રાસોત્સવ તેમજ વેળવા ગામની આહીર રાસ મંડળીનો કાર્યક્રમ યોજાશે.
તા.26/3/18ને સોમવારના 11-30 કલાકે મહાયજ્ઞની આહુતી સાથે પૂર્ણાહુતિ બાદ સાંજે કથાની પૂર્ણાહુતી કરવામાં આવશે. રાત્રીના મયુરભાઈ દવે અને મુકેશભાઈ લાસાવાળાનો ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાશે.
અધ્યક્ષસ્થાન: સમગ્ર મહોત્સવનું અધ્યક્ષસ્થાન વડતાલ પીઠાધીપતિ પ.પૂ.ધ.ધૂ. આચાર્ય રાકેશપ્રસાદજી 1008 મહારાજ સંભાળશે
દીપ પ્રાગટય: સમગ્ર કાર્યક્રમ પહેલા દિપ પ્રાગટય વિવિધ સ્થળોમાંથી પધારેલા સંતોના હસ્તે કરવામાં આવશે.
મંગલ ઉદબોધન: સદગુરૂ મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મેમનગરના પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણ દાસજી સ્વામી હરીભકતો અને સંતોને ઉદબોધન કરશે.
સભા સંચાલન: સમગ્ર મહોત્સવના સભા સંચાલન મેંદરડાના શા.સ્વામી ભકિત પ્રકાશદાસજી અને વંથલીના શા.સ્વામી શ્રીજી સ્વરૂપદાસજી કરશે.
પ્રેરણામૂર્તિ: આશ્રમના પ્રેરણામૂર્તિ અ.નિ. સદગુરૂ શાસ્ત્રી ભગવત ચરણદાસજી (જામજોધપુર)ના આશીર્વાદથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યાનું સાંકડી આશ્રમના કોઠારી સ્વામી વિવેકદાસજી સ્વામીએ જણાવ્યું છે.


Advertisement