કંડલા પોટૅ ટ્રસ્ટને ૯ર કરોડની રકમ જમા કરાવવાના હુકમ સામેની અપીલ રદ

13 March 2018 03:22 PM
kutch
  • કંડલા પોટૅ ટ્રસ્ટને ૯ર કરોડની રકમ જમા કરાવવાના હુકમ સામેની અપીલ રદ

સુપ્રિમ કોટૅના ત્રણ નિવૃત જસ્ટીસની અાબીૅટ્રલ ટીબ્યુનલે કરેલા હુકમને માન્ય રાખતી રાજકોટ કોમૅશીયલ કોટૅ

Advertisement

રાજકોટ તા. ૧૩ અાબીૅટ્રલ ટ્રીબ્યુનલ દ્રારા કંડલા પોટૅ ટ્રસ્ટને ૯ર કરોડની રકમ જમા કરાવવાના હુકમ સામે થયેલી અપીલ રાજકોટની કોમૅશીયલ કોટેૅ નકારી કાઢી છે. અા કેસની હકીકત અેવી છે કે, કંડલા પોટૅ ટ્રસ્ટ (કે.પી.ટી.) દ્રારા મલ્ટીપપૅઝ કાગોૅને બીલ્ટ-અોપરેટ-ટ્રાન્સફરથી ચલાવવા માટે અાપવાનુ હોવાથી ટેન્ડર બહાર પડાતા ચેાઈ સ્થિત જેઅાર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી.ને ટેન્ડર મળતા કે.પી.ટી. તથા જે.અાર.ઈ.પ્રા.લી. વચ્ચે કાગોૅ બથૅ નં. ૧પ ના ડેવલોપમેન્ટ માટે તા. ૧૮/૦ર/ર૦૧૧ માં બીલ્ડ-અોપરેટ-ટ્રાન્સફર માટેનો કન્સેશન અેગ્રીમેન્ટ ગાંધીધામ ખાતે થયો હતો. સમય જતા બો પક્ષકારો વચ્ચે પેમેન્ટ અને કાયમી કાયૅવાહી બાબતે વિવાદ થતા પક્ષકારો દ્રારા કરારની શરત મુજબ કોઈપણ તકરાર ઉપસ્થિત થાય તો ત્રણ અાબીૅટે્રટરની પેનલ દ્રારા તેનુ નિરાકરણ લાવવાની જાેગવાઈ કરવામાં અાવેલ હોય પક્ષકારોઅે સુપ્રિમ કોટૅના નિવૃત ન્યાયમૂતિૅ જસ્ટીસ અાર.સી. લાહોટી, જસ્ટીસ જે.અેમ. પંચાલ થા જસ્ટીસ અે.અાર. દવેની નિમણુંક અાબીૅટે્રટર તરીકે કરવામાં અાવેલ અને કંડલા પોટૅ ટ્રસ્ટ દ્રારા અાબીૅટ્રલ ટ્રીબ્યુનલ સમક્ષ તકરારનુ નિવારણ લાવવા માટે અરજી દાખલ કરવામાં અાવી હતી. મુખ્ય તકરારનુ નિવારણ થાય ત્યાં સુધીમાં જેઅાર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી. દ્રારા અાબીૅટે્રશન અેકટની કલમરુ૧૭ મુજબ અરજી દાખલ કરી કન્સેશન અેગ્રીમેન્ટની શર નં. ૧૭.૧ અને ૧૭.પ મુજબ મુખ્ય તકરારનો નિવેડો ન અાવે ત્યાં સુધી વચગાળાની રાહત રૂપે કે.પી.ટી. દ્રારા જે.અાર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી. ના અેસ.બી.અાઈ.ના અેસ્ક્રો ખાતામાં રૂા. ૯ર,૮ર,૩ર,૭ર૪/રુ જમા કરાવવા અરજી કરી હતી જે અરજી અાબીૅટ્રલ ટ્રીબ્યુનલ દ્રારા મંજુર કરવામાં અાવતા કે.પી.ટી. દ્રારા અાબીૅટે્રશન અેકટની જાેગવાઈ અનુસાર રાજકોટની કોમશીૅયલ કોટૅમાં કલમ-૩૭ અન્વયે અપીલ દાખલ કરેલ અને અાબીૅટ્રલ ટ્રીબ્યુનલ દ્રારા કરવામાં અાવેલ હુકમ રદબાતલ કરવા માંગણી કરવામાં અાવી હતી. જે.અાર.ઈ. ઈન્ફ્રા. પ્રા.લી.ને કે.પી.ટી. અાવી અપીલ કરશે તેવો અંદાજ હોય તેઅોઅે પહેલેથી જ તેમના અેડવોકેટ તુષાર ગોકાણી મારફત કોટૅમાં કેવીઅેટ દાખલ કરી દીધેલ હતી અને તેઅોને સાંભળ્યા વિા અદાલત કોઈ નિણૅય ન કરે તેવી માંગણી કરેલ હતી જેથી અપીલ દાખલ કરાતા જે.અાર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી. વતી સીનીયર અેડવોકેટ અેસ.અેન. સોપારકર તથા અેડવોકેટ તુષાર ગોકાણી હાજર થયેલ હતા અને મુખ્યત્વે અેવી રજુઅાત કરેલ કે, અેગ્રીમેન્ટની શરત મુજબ કંડલા પોટૅ ટ્રસ્ટ સદર રકમ અેસ.બી.અાઈ. ના ખાતામાં જમા કરાવે તો જ જે.અાર.ઈ. ઈન્ફ્રાના કબજામાં રહેલ મિલ્કતો કંડલા પોટૅ ટ્રસ્ટ પરત માંગી શકે તેવી સ્પષ્ટ જાેગવાઈ કરારમાં હોવા છતા કંડલા પોટૅ ટ્રસ્ટ પરત માંગી શકે તેવી સ્પષ્ટ જાેગવાઈ કરારમાં હોવા છતા કંડલા પોટૅ ટ્રસ્ટને મિલ્કતોનો કબજાે મેળવવો છે પરંતુ પૈસા જમા કરાવવા નથી જે હકીકત અેગ્રીમેન્ટથી વિરૂઘ્ધની છે. કોટેૅ ૭૦રુપાના વિસ્તૃત ચુકાદામાં નોંધેેલ કે, કરારની શરતો મુજબ કોઈપણ પક્ષકારની કસુરને કારણે કરાર રદ થાય તો લોનની ૯૦% રકમ કંડલા પોટૅ ટ્રસ્ટ તથા ૧૦% રકમ જે.અાર.ઈ. ઈન્ફ્રાઅે બેંકના ખાતામાં ભરવાની સ્પષ્ટ જાેગવાઈ કરવામાં અાવેલ છે તે હકીકત કેન્દ્રમાં રાખવામાં અાવતા અાબીૅટ્રલ ટ્રીબ્યુનલ દ્રારા અાપવામાં અાવેલ તારણો ભુલ ભરેલા જણાતા નથી જેથી અપીલ રદ કરવામાં અાવે છે. અા કામમાં જે.અાર.ઈ. ઈન્ફ્રા. પ્રા.લી. વતી સીનીયર ધારાશાસ્ત્રી અેસ.અેન. સોપારકર, તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, ગૌરાંગ ગોકાણી, અમૃતા ભારદ્રાજ, કેવલ પટેલ રોકાયેલ છે.


Advertisement