ભાવનગરમાં લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા દસ પત્તાપ્રેમીઓ ઝડપાયા

13 March 2018 03:18 PM
Morbi Crime
  • ભાવનગરમાં લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા દસ પત્તાપ્રેમીઓ ઝડપાયા

1.46 લાખનો મુદામાલ કબજે લઈ તપાસ કરતી પોલીસ

Advertisement

ભાવનગર તા.13
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ. માલ ભાવનગર, લોકલ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઈન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ. ભાવનગર એલસીબીના સ્ટાફના માણસો નાઈટ રાઉન્ડમાં હતા તે દરમ્યાન તળાજા રોડ દુ:ખીશ્યામબાપા સર્કલ ઉપર આવતા પો.કો. ચંદ્રસિંહ વાળાને બાતમીરાહે હકીકત મળેલ કે ભાવનગર તાલુકાના નાગધણીબા ગામનાં ખોડીયાર મંદિર ઉપર સંતોષી માતાજી તથા વરૂડક્ષ માતાજીનું મંદિર આવેલ છે. જે મંદિરના પગથીયાની બાજુમાં ઈલે. લાઈટનો થાંભલો આવેલ છે. તે થાંભલાના લાઈટના અંજવાળા નીચે માણસો ભેગા થઈ ગોળકુંડાળુ વળી ગંજીપતાના પાના વડે તીનપતીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. તેવી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ આવી રેઈડ કરતા જાહેરમાં તીનપતીનો હારજીતનો જુગાર રમતા નીચે મુજબના કુલ 10 માણસો ગંજીપાનાના પાના મોબાઈલ નંગ 12 કીં. રૂા.46000 તથા રોકડ રૂા. 1,03,150 મળી કુલ રૂા. 1,46,150ના મુદામાલ સાથે પકડાય ગયેલ. જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસરની અટકાયત કરવામાં આવેલ. તેઓ વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
દરમ્યાન પકડાયેલા આરોપીઓમાં યોગેશભાઈ મણીલાલ ઠકકર, અમીરઅલી યુસુફઅલી ગભરાણી, અલ્તાફબીન અલીભાઈ બહાદાદ, રજાકભાઈ ઈસ્માઈલભાઈ સાકરવાલા, મોહિતભાઈ હબીબભાઈ ભાડુલા, હનીફભાઈ દાઉદભાઈ લાખાણી, ઈરફાન યુનુસભાઈ માલકાણી, હિતેશ રમેશચંદ્ર કારીયા, સંજયભાઈ પ્રતાપભાઈ બારડ તથા કિરીટભાઈ ઉર્ફે ધીરો ઘુસાભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે.


Advertisement