બંગાળી ન્યુઝપેપરમાં બનાવટી ઇન્ટરવ્યુ છપાતા અનુષ્કા નારાજ

13 March 2018 03:10 PM
Entertainment
  • બંગાળી ન્યુઝપેપરમાં બનાવટી ઇન્ટરવ્યુ છપાતા અનુષ્કા નારાજ

Advertisement

કલકત્તાના એક બંગાળી ન્યુઝપેપરે અનુષ્કા શર્માનો બનાવટી ઇન્ટરવ્યુ છાપતાં તેણે નારાજગી વ્યકત કરી હતી. આ ઇન્ટરવ્યુમાં અનુષ્કાના કવોટ સાથે લખવામાં આવ્યું હતું. અમે એકબીજાને જેટલો પ્રેમ કરીએ છીએ એટલો જ ઉગ્ર અમારો ઝઘડો પણ હોય છે. અમે બંને ખૂબ જલદી ગુસ્સે થઇ જઇએ છીએ, પરંતુ વિરાટ ખૂબ જલદી શાંત થઇ જાય છે.
આ ઇન્ટરવ્યુમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે અનુષ્કાએ તેના લગ્ન બાદ પહેલીવાર તેની પર્સનલ લાઇફ વિશે વાતચીત કરી છે. આ સમાચારથી નારાજ થઇ અનુષ્કાએ આ ન્યુઝપેપરના તેના ઇન્ટરવ્યુનો ફોટો શેર કરતાં ટવીટ કર્યુ હતું કે એમ પ્રખ્યાત ન્યુઝપેપરમાં મારો બનાવટી ઇન્ટરવ્યુ જોઇને મને ખૂબ જ શોક લાગ્યો છે. હું આ વાતને કિલયર કરવા માંગુ છું કે મેં મારી લાઇફમાં કયારેય તેમની સાથે અથવા તો કોઇની પણ સાથે આવો ઇન્ટરવ્યુ નથી કર્યો. તમારી પર્સનલ ફ્રીડમનો તેઓ કેવી રીતે દુરૂપયોગ કરે છે એનું આ ઉદાહરણ છે.


Advertisement