મોરબીમાં ગળેફાંસો ખાવાના બનાવોમાં ચારનાં અપમૃત્યુ

13 March 2018 02:52 PM
Morbi

લખધીરપુરમાં રોડ ઉપર દુકાનમાં જુગાર રમતા ચાર ઝડપાયા

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.13
મોરબીમાં જુદા-જુદા બનાવોમાં ચારના અપમૃત્યુ થયા હોવાનું જાણવા મળેલ છે.
જેમાં મોરબી-માળીયા હાઇવે ઉપરના નવી ટીંબડી ગામે રહેતા હિરાબેન મહેશભાઇ ચાવડા જાતે આહિર (ઉ.22) નામની પરણીતાએ તેના ઘરે ગળેફાંસો ખાતા તેનું મોત નિપજેલ છે. મૃતકનો લગ્નગાળો બે વર્ષનો છે. એક સંતાન છે અને સંયુકત પરિવારમાં રહેતી હોવાનું જાણવા મળેલ છે. તાલુકા પોલીસે બનાવની નોંધ કરેલ છે. ડીવાયએસપી વિઝીટેશનમાં તપાસ હાથ ધરવામાં આવેલ છે.
જયારે વાંકાનેકરના નવાપરામાં રહેતા રાહુલ ભાણજીભાઇ રાઠોડ (ઉ.2પ) નામના યુવાને પણ તેના ઘેર અકળ કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેનું મોત નિપજેલ છે. તો વાંકાનેર નાની બજાર વિસ્તારમાં રહેતા રવિ મહેશભાઇ સોલંકી (ઉ.29)ના પત્ની પ્રિતીબેન (ઉ.27)એ તેના ઘેર ગળેફાંસો ખાઇ લેતા તેણીનું પણ મોત નિપજયું હતું. જાણવા મળ્યા પ્રમાણે રવિભાઇની માતા બિમાર હોય કામ બાબતે તેઓએ પત્ની પ્રીતિબેનને ઠપકો આપ્યો હતો. તેનું લાગી આવતા પ્રીતિબેને અંતિમ પગલુ ભરી લીધુ હતું. પીઆઇ બી.ટી.વાઢીયાએ તપાસનો દૌર લંબાવ્યો છે.
તો હળવદના વસંત પાર્કમાં રહેતી અને શિક્ષીકા તરીકે કામ કરતી યુવતીએ તેના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેનું પણ મોત નિપજયું હતું. હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.
જુગાર રમતા ચાર પકડાયા
મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે લખધીરપુર રોડ ધ ગ્રાંડ વૈભવ હોટલ સામે આવેલ પરફેકટ પ્લાઝા દુકાન નંબર-3માં જુગાર રમાય રહ્યો હોવાની મળેલ બાતમી આધારે પોલીસે રેડ કરતા ત્યાંથી જુગાર રમી રહેલ કમલ ચંદુ બાવરવા રહે.પંચવટી સોસાયટી, રવાપર રોડ, વિકાસ અર્જુન ભગત જાતે પટેલ રહે.વિદ્યુત પાર્ક રવાપર રોડ, મયુર રાજા વરસડા રહે.ચંદ્રેશનગર શનાળા રોડ અને નયન ગોવિંદ રાજપરા રહે.વૈભવનગર શનાળા રોડ વાળાઓની રોકડા રૂા.23 હજાર સાથે અટકાયત કરવામાં આવી હતી.


Advertisement