મોરબી બોરીયા પાટી પ્રા.શાળામાં પાણી બચાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

13 March 2018 02:51 PM
Morbi
  • મોરબી બોરીયા પાટી પ્રા.શાળામાં પાણી બચાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

Advertisement

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલી બોરીયા પાટી પ્રા.શાળામાં પાણી બચાવો અભિયાન યોજવામાં આવ્યું હતું.જેમાં શાળાના શિક્ષક વિનોદભાઈ વાસીયાણીએ આ કાર્યક્રમને વેગ આપતા જણાવ્યુ હતુ કે દૈનિક અને શાળાકીય જીવનમાં જ્યાં જયાં પાણી વાપરીએ છીએ ત્યાં કઈ રીતે પાણી બચાવવું અને પાણીનો ઉપયોગ કાર્ય બાદ પાણીનો પુન: ઉપયોગ કરી કઇ રીતે વૃક્ષોને પીવડાવવામા કરવો તે વિકલ્પો વિનોદભાઈએ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ બતાવ્યા હતા.તેમજ વૃક્ષો પાસે "પાણી બચાવો પાણી તમને બચાવશે" જેવા પ્લેકાડઁ લગાવી પાણી બચાવવા અંગે સમજ આપી હતી.
અંતમાં સામુહિક પાણી બચાવવાના ઉપાયો અંગે વિદ્યાર્થીઓ સમક્ષ પ્રશ્નોતરી યોજવામાં આવી હતી.જેમાં પાણી બચાવવાના ઉપાયો બતાવનાર વિદ્યાર્થીઓને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓને પાણી બચાવવાના સપથ લેવડાવ્યા હતા.આ પ્રકારના કાર્યક્રમો જો દરેક શાળામાં યોજવામાં આવે તો શાળાના માધ્યમ દ્વારા પાણીનો બચાવ કરી શકાય.દરેક શાળા દ્વારા આ પ્રકારના કાર્યક્રમો યોજાશે અને તેના દ્વારા પાણી બચાવો અભિયાન ઘર ઘર સુધી પહોંચશે ત્યારે આ અભિયાન સાર્થક થશે. (તસ્વીર : જીજ્ઞેેશ ભટ્ટ)


Advertisement