અક્ષયસરનો હું ખૂબ જ મોટો ફેન છું, તેમની સાથે સરખામણી યોગ્ય નથી

13 March 2018 02:42 PM
Entertainment
  • અક્ષયસરનો હું ખૂબ જ મોટો ફેન છું, તેમની સાથે સરખામણી યોગ્ય નથી

પેડમેનનો બિઝનેસ સોનુ કી ટીટુ કી સ્વીટીએ ક્રોસ કરતાં કાર્તિક આર્ય કહ્યું...

Advertisement

કાર્તિક આર્યનનું કહેવું છે કે તે અક્ષયકુમારનો ફેન છે અને તેમની સાથે સરખામણી કરવી યોગ્ય નથી. કાર્તિકની ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’એ બોકસ ઓફિસ પર 86.76 કરોડ રૂપિયાનો બીઝનેસ કર્યો છે. આ ફિલ્મે અક્ષયકુમારની ‘પેડમેન’ના બિઝનેસ 78.95 કરોડ રૂપિયાથી ઘણો વધુ બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ સો કરોડનો બિઝનેસ કરે એવી આશા રાખવામાં આવી રહી છે. અક્ષયકુમારની ફિલ્મ કરતાં વધુ બિઝનેસ કર્યો એ વિશે પૂછતાં કાર્તિકે કહ્યું કે હું અક્ષયસરનો ખૂબ જ મોટો ફેન છું. તેમની સાથે મારી સરખામણી કરવી યોગ્ય નથી. તેમની ફિલ્મના બિઝનેસને પાર કરનારી મારી ફિલ્મમાં હું એકલો નહોતો. મેં હજી તો કરીઅરની શરૂઆત કરી છે. મેં અક્ષયકુમારની ફિલ્મનો આંકડો ક્રોસ નથી કર્યો, પરંતુ મારી ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’એ કર્યો છે. મને ખુશી છે કે ફિલ્મને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો.


Advertisement