ધોરાજીની અૈતિહાસિક ધરોહર ‘દરબારગઢ’ની જાળવણીમાં તંત્ર નિષ્ક્રીય

13 March 2018 02:40 PM
Dhoraji
  • ધોરાજીની અૈતિહાસિક ધરોહર ‘દરબારગઢ’ની જાળવણીમાં તંત્ર નિષ્ક્રીય
  • ધોરાજીની અૈતિહાસિક ધરોહર ‘દરબારગઢ’ની જાળવણીમાં તંત્ર નિષ્ક્રીય

રક્ષિત સ્મારકનું ઘ્યાન રાખવા માટે સિકયુરીટી ગાડૅ પણ નથી: મરામત કામ માટે પણ પગલા લેવાતા નથી

Advertisement

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી) ધોરાજી તા. ૧૩ ગોંડલના રાજવી ભા. કુભાજીઅે ૧૭ મી સદીનાં ઉતરાઘ્યમાં ધોરાજીમાં રાજમહેલ બે માળનો બનાવેલ અા સુવિખ્યાત રાજ મહેલ (દરબારગઢ) જે રાજાશાહી હાલના સુવિખ્યાત પ્રજા વત્સલ કમઠૅ અને શ્રેષ્ઠ રાજવી અને પ્રથમ કન્યા કેળવણીના સ્થાપક પ્રભાણીક ન્યાયી અને સિઘ્ધાંતવાદી, ધામીૅક અને રાજય પઘ્ધતીમાં માહીર અેવા ભગવત સીહજીની મુરાદ હતી કે ધોરાજી પોતાનું નિવાસ સ્થાન દરબારગઢ નકશીકામ કોતરણી અનેબેસ્ટ ઝરુખા સહીતની અદભુત અને અજાયબી રી હતી. સર ભગવત સીહજીની મુરાદરુસ્વપ્ન હતુ કે ધોરાજીને પેરીસ સમુ બનાવવું તે અાજે પેરીસ સમુ બની ગયુ છે. પુરાતત્વની પરમમુડી છે. અેક તરફ સરકાર પ્રવાસને વેગ અાપવા માટે લાખો રૂપીયાના ખચાૅ કરે છે. અા અૈતિહાસીક ધરોહર સમો દરબારગઢની જાળવણી માટે કોઈ પગલા લેવાતા નથી. અાવનારા સમયમાં અાવનારી પેઢીઅોને અા દશૅની નમુનો જાેવા નહી પણ મળે! અા તકે તે સમયમાં સહજાનંદ સ્વામીઅે ધોરાજીના અા દરબારગઢને જાેઈ પે્રરણા લીધી અને કહેલ મારે અાવા અાવા મંદીરો બાંધવા છે. તાજેતરમાં અમેરીકાના ડોકટરે દરબારગઢની મુલાકાત લઈને જણાવેલ કે અા અૈતિહાસકી ધરોહરનું સમારકામ થાય અને જાળવણી થાય તો વધુ વરસો ટકે અને અાવનારી પેઢીઅો અૈતિહાસિક વારસો જાેવા મળે. અા દરબારગઢમાં ઘ્યાન રાવખા માટે કોઈ સિકયુરીટી ગાડૅ રાખવામાં અાવેલ નથી કે મરામત કામ અને જાળવણી માટે તંત્રવાહકો દ્રારા કોઈપણ જાતના પગલા લેવાતા નથી શું રાજય સરકાર અા પ્રશ્ર્ને કાયૅવાહી હાથ ધરશે ખરી?


Advertisement