પરિણીતી અને સોનાક્ષીમાંથી કોણ બનશે અક્ષયની હિરોઇન?

13 March 2018 02:34 PM
Entertainment
  • પરિણીતી અને સોનાક્ષીમાંથી કોણ બનશે અક્ષયની હિરોઇન?

Advertisement

અક્ષયકુમારની ‘હાઉસફુલ-4’ માટે પરિણીતી ચોપડા અથવા તો સોનાક્ષીસિંહા બેમાંથી એકને પસંદ કરવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. સાજિદ નડિયાદવાલાએ આ ફિલ્મની સંપૂર્ણ ટીમની જાહેરાત હજી નથી કરી. આ ફિલ્મની હિરોઇનને પસંદ કરવાની હજી બાકી છે. હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સોનાક્ષીની મમ્મી પૂનમસિંહા સાજિદ નડિયાદવાલા અને ડિરેકટર સાજિદ ખાનને ફોન કરી રહી છે. તેઓ ઇચ્છે છે કે સોનાક્ષીને અક્ષયકુમારની સામે પસંદ કરવામાં આવે. બીજી તરફ અક્ષય અને પરિણીતી હાલમાં ‘કેસરી’માં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની કેમિસ્ટ્રી ખૂબ જ સારી દેખાઇ રહી હોવાથી હાઉસફુલ-4 માટે પણ તેને પસંદ કરવામાં આવશે એવી ચર્ચા છે.


Advertisement