કુતિયાણામાં સિંધી સમાજના બે દિવસીય મેળાની પુર્ણાહુતી

13 March 2018 02:13 PM
Porbandar
  • કુતિયાણામાં સિંધી સમાજના બે દિવસીય મેળાની પુર્ણાહુતી

Advertisement

કુતિયાણા શહેરમાં ટાવર ચોક ખાતે આવેલ બાબા બાલકરામ મંદિરે વર્ષોથી અહીંયા સિંધી સમાજ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો ફાગણ વદના દિવસે આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને આ મેળાનું સિંધી સમાજમાં લોકોમાં અનેરું મહત્વ હોય છે. આ દિવસે સિંધી સમાજના કહેવાય તો ઓલ ઇન્ડિયામાંથી આ બે દિવસીય મેળામાં આવી અને મનોરંજન કરે છે. આ મેળાના ટ્રસ્ટ દ્વારા બે દિવસ સુંધી અવિરત મહાપ્રસાદી અને રહેવા જમવાની સુવિધા પુરી પાડવામાં આવે છે. આ મેળામાં સિંધી સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં કુતિયાણાના વિવિધ રાજમાર્ગોમાં કસ્ટમ ચોકથી લઈને મેઈન બજાર,બહારપુરા,ગાંધી રોડ,ભીંડી બજારમાં ફરી વળી હતી. આ મેળામાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આજ થી આ મેળાનો પ્રારંભ થતા જ સિંધી સમાજના વેપારીઓ દ્વારા 2 દિવસ સુધી પોતાના ધંધા રોજગાર બંધ રાખશે તો સિંધી સમાજ યુવક મંડળ દ્વારા વિવિધ જગ્યાએ ચા-પાણી સહિતના સ્ટોલ ફ્રીમાં રાખવામાં આવશે. આ મેળામાં કુતિયાણા શહેરભરમાંથી તમામ જ્ઞાતિઓ દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જાણે આજે કુતિયાણા શહેરમાં મેળાનો લ્હાવો લેવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું.
ત્યારે આ ખાસ કરીને આ મેળાની અંદર સિંધી સમાજના ઓલ ઇન્ડિયાના એસોસીએસન પ્રમુખ તથા સિંધી સમાજના ગુરુ અને પહેલી વખત આ મેળાની અંદર એનઆરઆઈ લોકો પણ જોવા મળ્યા હતા. બાબા બાલકરામ મંદિર ની અતૂટ શ્રધાનાં કારણે લોકો દૂર દૂરથી પગપાળા યાત્રાઓ કરી અને આવે છે. મંદિરની અંદર ફુલહારથી શણગારવામાં આવ્યું હતું. આ બે દિવસીય મેળાની અંદર વિવિધ પ્રકારના સાંસ્કુતિક કાર્યક્રમ પણ સિંધી સમાજ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. આ મેળામાં માતાજીની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની હતી. તો સાથે સાથે સિંધી સમાજ દ્વારા બેટી બચાવો,વ્યસનમુક્તિ અને શિક્ષણ વિષે પણ જાગૃત કરવામાં આવ્યા હતા. આ વર્ષે સિંધી સમાજના મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને દર્શન કર્યા હતા.


Advertisement