સાવરકુંડલાના કરજાળા ગામે રેતીચોરી અટકાવવા ગ્રામજનોનું અેલાને જંગ

13 March 2018 02:10 PM
Amreli
  • સાવરકુંડલાના કરજાળા ગામે રેતીચોરી અટકાવવા ગ્રામજનોનું અેલાને જંગ
  • સાવરકુંડલાના કરજાળા ગામે રેતીચોરી અટકાવવા ગ્રામજનોનું અેલાને જંગ

ખેડુતોઅે નદીને બચાવવા ટ્રેકટર યાત્રા કરી ધરણારુસૂત્રોચ્ચાર કરી અાવેદનપત્ર પાઠવ્યું

Advertisement

સાવરકુંડલા, તા. ૧૩ સાવરકુંડલાના કરજાળા ગામે છેલ્લા ઘણા સમયથી રેતી ચોરી થાય છે. ખનન માફીયાઅો બેફામ બન્યા છે. ગામડાનો અવાજ તંત્રઅે ઘ્યાને લીધો નથી. ત્યારે રેતી બચાવોરુખેતી બચાવોના ઉદેશથી અાજે કરજાળા વાસીઅો કે જે સુરતરુઅમદાવાદ અને મુંબઈમાં વસે છે તેઅો કરજાળા ખાતે ઉમટી પડયા અને ગ્રામજનોરુમહિલાઅોઅે કયુૅ રેતી બચાવો અાંદોલન. સૌપ્રથમ અા પ૦૦ ખેડુતોઅે કરજાળા હનુમાનજીને પ્રાથૅના કરી અાશિવાૅદ મેળવી શેલ નદીમાં પહોંચ્યા અને રેતી બચાવોરુખેતી બચાવોના સુત્રોચ્ચાર કયાૅ ત્યારબાદ ટ્રેકટરોમાં ર૦ કિલોમીટરની યાત્રા કરી અમરેલી કલેકટર કચેરીઅે પહોંચ્યા. કચેરીનો ઘેરાવ કરી સુત્રોચ્ચાર કયાૅ અને બહેરા તંત્રને જગાડવાનો પ્રયાસ કરી કલેકટરને અાવેદનપત્ર અાપી ધગધગતી રજુઅાત કરી જો રેતીચોરી અટકશે નહી તો અમો રસ્તા રોકો અાંદોલન અને ઉપવાસ અાંદોલન કરીશુ તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી. અા કરજાળા વાસીઅોની વાત માનીઅે તો તેઅોઅે પત્રકારો સમક્ષ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે અમારી શેલ નદી રેતી વિહોણી બનતી જાય છે. જો નદીમાં રેતી નહી રહે તો ખેતી નહી રહે અને કરજાળાની વાડીઅો ખેતરો વેરાન રણ બની જશે. ત્યારે અમરેલી કલેકટરે ઘટતુ કરવા ખાત્રી અાપી કલેકટર કચેરીમાં જ મીટીંગમાં બેઠેલા ભુસ્તર શાસ્ત્રી અધિકારી પટેલને સુચના અાપી દીધેલ હતી. જોકે ખાણ ખનીજ અધિકારી (ભૂસ્તર શાસ્ત્રી અધિકારી) પટેલે સ્ટાફ અોછો છે અમારી તપાસ નજર ઉપર જ છે તેવો જવાબ અાપ્યો હતો. ત્યારે કરજાળાના ખેડુતોનો અાક્રોશ હવે ઉકળી ઉઠયો છે. જો તંત્ર પરિણામ નહી અાપે તો નવા જુનીના અંેધાણ વતાૅઈ રહયા છે.


Advertisement