31 માર્ચ પહેલા જ કારની ખરીદી કરો, કાર કંપનીઓ આપી રહી છે ખાસ ડિસ્કાઉન્ટ

13 March 2018 01:48 PM
Business
  • 31 માર્ચ પહેલા જ કારની ખરીદી કરો, કાર કંપનીઓ આપી રહી છે ખાસ ડિસ્કાઉન્ટ

મારૂતી સુઝુકી, ટાટા મોટર્સ, હોન્ડા, ફોર્ડ, મહિન્દ્રા અને હ્યુન્ડાઈની 1 લાખ સુધીની ડિસ્કાઉન્ટ અને મફત વીમાની ઓફર

Advertisement

નવી દિલ્હી તા.13
નવી ગાડીની ખરીદીની ઈચ્છા ધરાવતા હોય કે પછી જૂની ગાડીને બદલવાની વિચારણા કરી રહ્યા હોય તો 31 માર્ચ પહેલા આ કરી લો એવું એ માટે કારણ કે દેશનીમુખ્ય કાર કંપનીઓએ ખાસ ઓફર લોન્ચ કરી છે. જેના પર 1 લાખ સુધીનું વળતર અને મફત વીમો પણ મળશે. મારૂતી સુઝુકી, ટાટા મોટર્સ, હોન્ડા, ફોર્ડ, મહીન્દ્રા અને હ્યુન્ડાઈની ઓફર જાણવા જેવી છે.
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતી સુઝુકી અલ્ટો 800 પર 60,000 રૂપિયાથી વધુની ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં 30000 રૂપિયાની એકસચેન્જ રકમનો પણ સમાવેશ થાય છે. જયારે અલ્ટો 10 પર 70000 વેગન આર પર 1,10,000 તથા સેલેરિયો પર 95,000 રૂપિયા, સિયાઝ પર 85,000 ઈગનિસ પર 80000, ઈર્ગિટા પર 50000 અને ડિઝાયર પર 25000 રૂપિયાનું ડીસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં એકસચેન્જની પણ ખાસ ઓફર છે.
ટાટા મોટર્સ પણ કેટલીક ગાડીઓ પર કેશ ડિસ્કાઉન્ટ અને કેટલીકવાર મફત વીમો આપી રહી છે.
જે ગાડીઓના મોડલ પર મફત વીમો મળી રહ્યું છે તેમાં ટિયાગો, ટિગોર, હેકસા અને નેકસનનો સમાવેશ છે. જયારે બોલ્ટ પર 55000 અને જેસ્ટ પર 10000 રૂપિયાનું ડીસ્કાઉન્ટ કે એકસચેન્જ ઓફર મળી રહી છે.
ફોકસ વેગનની ગાડીઓ પર 40000નું ડીસ્કાઉન્ટ કેટલાક ખાસ મોડલ પર મળી રહ્યું છે. જેમાં પોલો પર 40000નું ડીસ્કાઉન્ટ અને પોલો અને વેન્ટો પર 30000 તથા 40000ની છૂટ મળી રહી છે.
ટોયોટા ઈટીઓસ લીવા પર 20000 તથા ઈટીઓસ સેડાન પર 30000 અને કોરોલા અલ્ટીસ પર 40000નું ડીસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.


Advertisement