ઈવીએમ એટલે ‘ઈચ-વોટ-ફોર-મોદી: પ્રદીપસિંહ જાડેજાએ નવો અર્થ કાઢયો

13 March 2018 12:09 PM
Gujarat Politics
  • ઈવીએમ એટલે ‘ઈચ-વોટ-ફોર-મોદી: પ્રદીપસિંહ જાડેજાએ નવો અર્થ કાઢયો

વિધાનસભામાં મુખ્યમંત્રી હસ્તકના માહિતી પ્રસારણ મંત્રાલયની બજેટ માંગ રજુ કરતા સમયે ચૂંટણી યાદ કરી

Advertisement

અમદાવાદ: ગુજરાત કે દેશના ભાજપના કોઈપણ મંત્રી કે પદાધિકારી કોઈપણ મુદા સાથે મોદીનું નામ જોડતા હોશ અનુભવ છે પછી તે તર્કબદ્ધ હોય કે નહી તેની ચિંતા કરતા નથી. રાજયના ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાત વિધાનસભામાં ચૂંટણી સમયે મતદાર જાગૃતિ અંગે રાજય ચૂંટણી પંચ અને રાજયના માહિતી પ્રસારણ વિભાગની કામગીરીની પ્રશંસા કરતા સમયે એવું વિધાન કર્યુ કે ગુજરાતમાં લોકોએભાજપને ફરી ઈવીએમના માધ્યમથી સતા સોપી છે. તેઓએ આ તબકકે ઈવીએમનું નવું અર્થઘટન કરતા ‘ઈચ-વોટ-ફોર-મોદી’ એવો તર્ક રજુ કર્યો હતો. રાજયમાં માહિતી પ્રસારણ મંત્રાલયની માંગણીઓ રજુ કરતા સમયે શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જયારે અનેક લોકોએ દેશને વિદેશમાં પણ જયારે ગુજરાતની પ્રતિષ્ઠાને ખરડાવવા પ્રયાસ કર્યા ત્યારે રાજયના માહિતી અને પ્રસારણ મંત્રાલયે રાજયના વિકાસની સાચી સ્થિતિ રજુ કરીને તૃષ્ટીકરણની રાજનીતિ સામે વિકાસની રાજનીતિ રજુ કરી હતી. તેઓએ કહ્યું કે ગુજરાત તો દેશમાં નંબર વન રાજય બન્યું છે તો તેમાં માહિતી પ્રસારણ મંત્રાલયના મહત્વનો ફાયદો છે. તેઓએ કહ્યું કે આ કળયુગ છે જેમાં ફકત સારુ થાય તે જ નહી સારુ થયું છે તે પણ દર્શાવવાનું હોય જ છે. આપણા માહિતી પ્રસારણ મંત્રાલયે મતદાનની ટકાવારી વધારવા પ્રયાસ કર્યા તેના પરિણામ પણ મળ્યા છે.
તેઓએ આ તકે
વિપક્ષને પણ આડે હાથ લેતા કહ્યું કે ચૂંટણી પરિણામો આપ્યા તો આ સૌ ઈવીએમ અને વીવીપીએટી સામે પણ પ્રશ્ર્ન ઉઠાવ્યા હતા પણ લોકોએ ઈવીએમને ઈચ-વોટ-ફોર મોદી નહી કે ભાજપને ફરી સતા પર લાવ્યો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજયનું માહિતી પ્રસારણ મંત્રાલય એ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી હસ્તક છે પણ ગૃહમાં તેમની પ્રશ્ર્નોના જવાબ કે બજેટ ની રજુઆત અન્ય મંત્રીઓને સાપાય છે. શ્રી નરેન્દ્ર એ ચૂંટણી સમયે રાહુલ ગાંધીના મંદિર પ્રવાસના પણ ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓએ એ પ્રયાસો કર્યા ફોટોગ્રાફસ પણ પડાવ્યા હતા પણ ગુજરાતના લોકોએ તમારી ઓળખ મેળવી લીધી હતી.


Advertisement