રાજયસભા ચૂંટણીમાં અમિત શાહના વ્યુહથી વિપક્ષો દોડતા થયા

13 March 2018 11:50 AM
India
  • રાજયસભા ચૂંટણીમાં અમિત શાહના વ્યુહથી વિપક્ષો દોડતા થયા

ગુજરાત-મહારાષ્ટ્ર-ઉતરપ્રદેશમાં એક વધારાના ઉમેદવારનો માસ્ટર સ્ટોક: વિપક્ષોમાં ક્રોસ વોટીંગમાં ભય ઉભો કરી દીધો યુપીમાં માયા-અખિલેશ વચ્ચેની સમજુતીને જોખમમાં મુકી: જયા બચ્ચને પણ ધારાસભ્યો ‘સાચવવા’ પડશે અત્યંત સરળ ગણીત જેવી ચૂંટણીને પઝલમાં ફેરવી દેવાઈ

Advertisement

નવી દિલ્હી: દેશમાં રાજયસભાની 58 બેઠકો માટે યોજાનારી રાજયસભા ચૂંટણીમાં ધારાસભ્યોની સંખ્યાના આધારે રાજકીય પક્ષોની બેઠકો પણ સલામત હોય છે. પરંતુ ભાજપે ગુજરાત મહારાષ્ટ્ર અને ઉતરપ્રદેશમાં તેની નિશ્ર્ચિત બેઠકો કરતા એક વધુ ઉમેદવાર ઉભા રાખીને વિપક્ષની છાપણીમાં ગભરાટ ફેલાવી દીધો છે અને અપસેટ થવાની પણ ધારણા ઉભી થઈ છે. ભાજપને આ ચૂંટણીમાં જો કે તેની કે અન્ય પક્ષના આધારે ઉપલા ગૃહમાં હજુ બહુમતી મળવાની નથી છતાં તેણે સિકયોર ઉપરાંત વિપક્ષ પાસેથી એક બેઠક જીતવા માટે પણ એડીચૌટીની જોર લગાવ્યું છે. જયાં પક્ષે ગુજરાતમાં ગઈકાલે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી નારણ રાઠવાનું ફોર્મ ભરવામાં વિલંબ થયો અને તેઓ ભરી શકશે કે કેમ તે અનિશ્ર્ચિત હતી. કોંગ્રેસ પક્ષના નેતાઓ પણ તેમના વ્યુહો વિચારતા હતા.
તે સમયે પક્ષે ત્રીજા ઉમેદવાર તરીકે શ્રી કિરીટસિંહ રાણાને ઉતારીને હાલ તો આ ચૂંટણીમાં રસપ્રદ સસ્પેન્સ સર્જી દીધું છે. ગુજરાતમાં વિધાનસભાની હાલની 182 બેઠકોનું ફુલ કોરમ છે અને ભાજપ પાસે 99 ધારાસભ્યો છે. એથી તે હવે બેઠક (38 મતો બાય 2) જીતી શકે તેમ છે અને તેની સામે કોંગ્રેસ પાસે 77 ધારાસભ્યો અને પાંચ અપક્ષ- અન્ય પક્ષોનો ટેકો છે. આ પક્ષને પણ 38 બાય 2 = 76 બેઠકો સાથે બે ઉમેદવાર જીતવાનું નિશ્ર્ચિત છે પણ જો કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ થાય (રાઠવાનું જોખમ વધું છે) તો ભાજપ માટે ત્રીજી બેઠક જીતવાની શકયતા છે. જો કે કોંગ્રેસ પક્ષે છેલ્લી ઘડીએ ભાજપની ચાલ પારખીને અપક્ષ ત્રીજા ઉમેદવાર ઉભા રાખી ભાજપની ચાલ સામે ખુદની ચાલ ચાલુ છે. 2017માં રાજયસભાની જે ચૂંટણીમાં 1 મતથી કોંગ્રેસ જીતી અને જે વિવાદ સર્જાયો તેવી સ્થિતિ નથી. કારણ કે કોંગ્રેસ હવે તૂટે તેવી શકયતા નથી પણ ભાજપે હાલ તો કોંગ્રેસને સાવધ થવા મજબૂર કરી છે.
ભાજપ ફરી ક્રોસ વોટીંગ કરાવી શકે છે કે કેમ તે પ્રશ્ર્ન છે. કોંગ્રેસે જે રીતે અચાનક જ બે નવા ચહેરા જે ચર્ચામાં ન હતા તેને જાહેર કર્યા છે. તેનાથી આ આશંકા છે પણ સાચી સ્પર્ધા તો ઉતરપ્રદેશ માટે અહી 402 બેઠકોની વિધાનસભામાં ભાજપને 11 સભ્યો છે અને રાજયની 10 બેઠકોમાં ભાજપ તેની સિકયોર આઠ બેઠકો ઉપરાંત એક વધારાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. ભાજપે હવે સપામાં રાજયસભાની ટિકીટ નહી મળતા આ પક્ષના સિનીયર નેતા નરેશ યાદવે સપા છોડી ભાજપમાં જોડાતા તેમના ધારાસભ્ય પુત્ર નિતીન અગ્રવાલનો એક મત ભાજપને મળશે. અહી 402 બેઠકોના ગૃહમાં જીત માટે એક ઉમેદવારને 37 મત જરૂરી છે.
અહી ભાજપ 8 બેઠકો નિશ્ર્ચિત છે. અહી સપાના 47 ધારાસભ્યો છે અને તેના એક ઉમેદવાર જીતશે પણ લોકસભા પેટાચૂંટણીની સમજુતી મુજબ સપાએ તેના વધારાના મતો બસપાના ઉમેદવારને ફાળવવાના છે. જેની પાસે 19 ધારાસભ્યો છે તેને સપાના વધારાના 10 વોટ- કોંગ્રેસના 7, આરએમડીના 1 અને 1 વોટ નિશાદ પાર્ટીનો મળશે તેવી આશાએ તેણે 1 ઉમેદવાર ઉભો રાખ્યો છે પણ ભાજપે સપાનો 1 વોટ ઘટાડતા હવે સપાના નવ જ મત મળશે. ભાજપ પાસે 8 બેઠકો જીતતા પણ 28 મતો પડે છે. હવે અહી તેના વધારાના ઉમેદવારને આ મત ફાળવી સપાનો 1 મત એમ 29 મતો સિકયોર કર્યા અને જીત માટે વધુ 8 મતો માટે નરેશ યાદવને જવાબદારી સોપી છે અને સપામાં એવું ભંગાણ પડાવવા માંગે છે કે બસપાના ઉમેદવાર તો હારી જશે પણ હવે જયા બચ્ચનની બેઠક પણ મુશ્કેલીમાં છે જે રીતે સપાએ જયા બચ્ચનને ઉમેદવાર પસંદ કર્યા છે. તેનાથી મુલાયમ જુથના ધારાસભ્યો નારાજ છે તો મહારાષ્ટ્રમાં 288 બેઠકો જ વિધાનસભામાં ભાજપને 122 બેઠકો છે જેથી તેના ત્રણ ઉમેદવાર જીતશે. અહી પણ ભાજપે ચોથા ઉમેદવાર ઉભા રાખીને તરખાટ મચાવ્યો છે. ભાજપના સાથી પક્ષ શિવસેનાને 63 ધારાસભ્યો છે જેની એક ઉમેદવાર જીતતા 21 મતો વધે છે. કોંગ્રેસ પાસે 41 ઉમેદવારો છે પણ તેમાં નારાયણ રાણેના બે ટેકેદાર ધારાસભ્યો કદાચ ક્રોસ વોટ કરશે.
એનસીપીના 41 ધારાસભ્યો છે. અહી જીત માટે 42 ધારાસભ્યોનો ટેકો જરૂરી છે. ભાજપને તે શિવસેના પાસે જ મળશે તેવી આશા છે.


Advertisement