ચંદ્ર અને મંગળ ગ્રહ પર સ્થાપિત કેન્દ્ર પૃથ્વી પર ઝડપથી જીવન પાછું લાવવામાં મદદરૂપ થઈ શકે

13 March 2018 11:03 AM
Technology
  • ચંદ્ર અને મંગળ ગ્રહ પર સ્થાપિત કેન્દ્ર પૃથ્વી પર ઝડપથી જીવન પાછું લાવવામાં મદદરૂપ થઈ શકે

Advertisement

જાે ત્રીજંુ વિશ્ર્વયુદ્વ થશે તો ચંદ્ર અને મંગળ ગ્રહ પર સ્થાપિત કરાયેલાં કેન્દ્રો માનવસભ્યતાને સુરક્ષિત કરવામાં અને પૃથ્વી પર ઝડપી ગતિઅે જીવન પાછંુ લાવવામાં મદદરૂપ થઈ શકે છે અેમ અવકાશયાન અને રોકેટ બનાવનારી કંપની સ્પેસઅેકસના સ્થાપક અને અબજપતિ ઉધોગરુસાહસિક અેલન મસ્કનું માનવંુ છે. તેમણે કહ્યું હતું કે અાવતા વષૅની શરૂઅાતમાં જ પ્લેનોનું પરીક્ષણ શરૂ કરી દેવામાં અાવશે. અેલન મસ્કે અેક સંમેલનમાં કહ્યંુ હતું કે ‘ત્રીજું વિશ્ર્વયુદ્વ થાય તો અંધકારયુગ પાછો અાવે અેવી સંભાવના છે. અમે ઈચ્છીઅે છે કે માનવસભ્યતાને પાછી લાવવા કયાંક અેની જડો કાયમ રહે જેને કારણે કદાચ અંધકારયુગની સમયાવધિ ઘટાડી શકાય. મારા હિસાબે ચંદ્ર અને મંગળ પર બનેલાં કેન્દ્રો અત્યંત મહત્વપૂણૅ છે જે ધરતી પર ફરી જીવન લાવવામાં મદદરૂપ થશે.’


Advertisement