કેટરીના કૈફે સેટ પર ખૂબ જ મસ્તી કરે છે : આનંદ એલ.રાય

13 March 2018 10:56 AM
Entertainment
  • કેટરીના કૈફે સેટ પર ખૂબ જ મસ્તી કરે છે : આનંદ એલ.રાય

Advertisement

આનંદ એલ. રાયનું કહેવું છે કે કેટરીના કૈફ સેટ પર ખૂબ જ મસ્તી કરે છે. કેટરીના હાલમાં શાહરૂખ ખાન સાથે ‘ઝીરો’નું શૂટીંગ કરી રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ઠિંગુજીનું પાત્ર ભજવી રહ્યો છે. શાહરૂખે ઘણીવાર ટવીટ કરીને જણાવ્યું છે કે કેટરીના તેમને સેટ પર ખૂબ જ મનોરંજન પુરૂ પાડે છે. આ ફિલ્મના ડિરેકટર આનંદ એલ. રાયે કેટરીના સાથેનો ફોટો શેર કરતાં ટવીટ કર્યુ હતું કે હંમેશા ખુશ રહેનાર અને ખૂબ જ પ્રેમાળ કેટરીના સાથે શૂટીંગ કરી રહ્યો છું. તે સેટ પર ખૂબ જ મસ્તી કરે છે અને તેની આસપાસ હંમેશા લવ જોવા મળે છે અને એ માટે હું તેનો આભાર માનુ છું. તું હંમેશા ખૂશ રહે.


Advertisement