મુકેશ અંબાણીના નાનો પુત્રે શા માટે દુર કર્યું તેનું જાડાપણું ?

12 March 2018 10:46 PM
Rajkot Gujarat India
  • મુકેશ અંબાણીના  નાનો પુત્રે શા માટે દુર કર્યું તેનું જાડાપણું ?
  • મુકેશ અંબાણીના  નાનો પુત્રે શા માટે દુર કર્યું તેનું જાડાપણું ?
  • મુકેશ અંબાણીના  નાનો પુત્રે શા માટે દુર કર્યું તેનું જાડાપણું ?

અનંત અંબાણીને સોશિયલ મીડિયા પર તેના વજનને લઈને તેને વારંવાર ટ્રોલ કરવામાં આવતો હતો !

Advertisement

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી પણ ચર્ચામાં રહેતો હોય છે. એક સમય હતો જ્યારે લોકો તેના જાડાપણાનો મજાક ઉડાવતા હતા, પરંતુ તેણે આ બધાની બોલતી બંધ કરી દીધી હતી એક સંકલ્પ કરીને. સંકલ્પ કર્યો વજન ઘટાડવાનો. પરંતુ આ સંકલ્પ તેણે અચાનક કેવી રીતે લીધો તે અંગે તેના માતા નીતા અંબાણીએ એક કાર્યક્રમમાં ખુલાસો કર્યો હતો.

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને ફાઉન્ડર નીતા અંબાણીએ કહ્યું હતું કે, હું મારો દીકરો બંને જાડાપણાના શિકાર હતા. તમે જાણતા હશો કે લોકો બાળકોને કેવી રીતે ચીડવે છે. સોશિયલ મીડિયા પર તેના વજનને લઈને તેને ટ્રોલ કરવામાં આવતો હતો. એક માતાના રૂપમાં મારા માટે આ મોટી મુશ્કેલીની વાત હતી. મેં અનંતને એક દિવસ કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPLમા જીતશે તો તેને ટ્રોફી લેવા જવું પડશે. તેણે એવું કર્યું પણ, પરંતુ ત્યાર બાદ તેને સોશિયલ મીડિયા પર વજનને લઈને ટ્રોલ કરવામાં આવ્યો.

પરંતુ અનંત મજબૂત છોકરો છે. તેણે આ ઘટના બાદ 18 વર્ષની ઉંમરે કહ્યું હતું કે, મારે વજન ઓછું કરવું છે. તે દરરોજ 23 કિલોમીટર પગપાળા ચાલતો હતો. તેણે કઠોર ડાઇટ ફોલો કરી અને આખરે તેણે 118 કિલો વજન ઘટાડીને બતાવ્યું. હું મારા બાળકોને શક્તિ, દૃઢતા અને સાહસ આપવા માગું છું કે તેઓ દુનિયાનો સામનો કરી શકે. અનંતને ક્રોનિક અસ્થમાને કારણે હાઇ ડોઝની દવા લેવી પડતી હતી, જેને કારણે તેનું વજન વધતું હતું.Advertisement