હવે પાણીના ધંધામાં ઝુંકાવતા બાબા રામદેવ

12 March 2018 10:32 PM
Rajkot Business Gujarat India
  • હવે પાણીના ધંધામાં ઝુંકાવતા બાબા રામદેવ

પતંજલિ આયુર્વેદ કંપનીનો નવો બિઝનેશ "દિવ્યજળ"

Advertisement

આયુર્વેદિક દવાઓ વેચનારા બાબા રામદેવ અને તેમની કંપની પતંજલિ એક પછી એક સેક્ટરમાં મૂડીરોકાણ કરીને ઉત્પાદન શરૂ કરી રહી છે. તૈયાર વસ્ત્રો પછી હવે આ કંપનીએ પાણીમાં નજર દોડાવી છે. બાબા રામદેવ જેનું પ્રમોશન જોર શોરથી કરી રહ્યાં છે અને જાણે કે તેઓ જ તેના બ્રાન્ડ એમ્બેસેડર હોય તે કંપની પતંજલિ આયુર્વેદ હવે બોટલ બંધ પાણી પણ વેચશે. આ પાણી જલદી માર્કેટમાં આવી રહ્યું છે. કંપનીએ પાણીને બોટલમાં પેક બનાવવાની તૈયારી કરી દીધી છે.

આ બોટલબંધ પાણી દિવ્ય જળના નામે વેચાશે. બાબા રામદેવે પેકેજ ફુડ પાણી લોન્ચ કરવાની જાહેરાત ટૂંક સમય પહેલાં કરી છે. આ પાણી ભારતના પ્યોરીફાઇડ વોટરના માર્કેટમાં કબજો જમાવવા તૈયાર થઇ છે. પતંજલિ આયુર્વેદ કંપની પાણી વેચવા માટે દેશના તમામ મોટા બજારોમાં દિવ્ય જળ માટેના ડિસ્ટ્રીબ્યુટર્સ ઉભા કરી રહી છે. પતંજલિના પ્રવક્તા એસ.કે.તિજારાવાલાએ ટ્વિટર એકાઉન્ટ પર વિજ્ઞપ્તિ રિલીઝ કરી છે.

આ રિલીઝના અનુસંધાને ઉત્તર ભારતના મોટા રાજ્યો જેવાં કે દિલ્હી-એનસીઆર, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, બિહાર અને ઝારખંડમાં ડિસ્ટ્રીબ્યુટર્સ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. બીજા તબક્કામાં કંપની ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં દિવ્ય જળના ડિસ્ટ્રીબ્યુટર્સ ઉભા કરશે. બાબા રામદેવની આ કંપની આગામી 30 થી 45 દિવસોમાં ડિસ્ટ્રીબ્યુટરશીપની પ્રક્રિયા પૂર્ણ કરશે. જો યોજના પ્રમાણે પ્રક્રિયા પૂર્ણ થશે તો આ વર્ષની ગરમીની સિઝનમાં લોકોને દિવ્ય જળ બોટલમાં પીવા મળશે.

Advertisement