1993મા મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પાછળ બંગડીઓ કારણભૂત

12 March 2018 10:26 PM
Rajkot India World
  • 1993મા મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પાછળ બંગડીઓ કારણભૂત

મુસ્લિમ મહિલાઓએ એક ડબ્બામાં બંગડી ભરીને દાઉદને મોકલી હતી

Advertisement

1993મા થયેલા મુંબઈના ધમાકાને આજે 25 વર્ષ પૂરા થયા છે. આજથી 25 વર્ષ પહેલા આજના જ દિવસે લગભગ 2 કલાક સુધી મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં વારાફરતી ધમાકાઓ થયા હતા અને એક આંખના પલકારે જ આખું શહેર તહેશ-નહેશ થઈ ગયું. આ ધમાકામાં 257 લોકોના મૃત્યુ થયા હતા અને 700થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ ધડાકાઓમાં સામેલ કેટલાંક આતંકીઓ અબુ સાલેમ અને ફારુખ ટકલા હાલ પોલીસ કસ્ટડીમાં છે.

આ ધડાકાઓનો માસ્ટર માઈન્ડ અબુ સાલેમ સહિત અન્ય આરોપીઓને અદાલતે સજા ફટકારી છે. પણ આ ધડાકાઓની પાછળ જો કોઈ મોટું માથું હોય તો તે દાઉદ ઈબ્રાહીમ છે, જેને હજી ભારતીય પોલીસ પકડી શકી નથી. દાઉદે આ ઘડાકા કેમ કરાવ્યા તેની પાછળ પણ એક કહાની છે. મુંબઈમાં થયેલા ધડાકાઓનું કારણ બાબરી મસ્જિદ છે એવું માનવામાં આવે છે.

એસ. હુસેન જૈદીના પુસ્તક બ્લેક ફ્રાઈડે પ્રમાણે 6 ડિસેમ્બર, 1992મા અયોધ્યા વિવાદ થયા બાદ ચૂપ બેસી રહેલા દાઉદને કેટલીક મુસ્લિમ મહિલાઓએ એક ડબ્બામાં બંગડી ભરીને મોકલી હતી. આ વસ્તુ પર દાઉદ ભડકી ગયો હતો અને ત્યાર પછી દાઉદે તેની ગેંગને મુબઈ પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. અયોધ્યાના વિવાદ પછી અને મુંબઈમાં થયેલા નાના-મોટા દંગા પછી દાઉદ પર બદલો લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું હતું. તેના નજીકના લોકો એવું ઈચ્છતા હતા કે તે કંઈક એવું કરે જેનાથી બદલો લઈ શકાય.

1993ના મુંબઈમાં થયેલા ધમાકામાં 257 લોકોના મૃત્યુ થયા હતા અને 713 લોકો ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનામાં 27 કરોડથી વધારે કિંમતની સંપતિને નુકસાન થયું હતું. આ ધમાકાઓને પૂરા પ્લાનીંગ સાથે અંજામ આપવામાં આવ્યો હતો. ડોન દાઉદ ઈબ્રાહિમનો મેસેજ મળ્યા બાદ સૌથી પહેલા મુંબઈમાં ધડાકાઓ માટે લોકોને પસંદ કરવામાં આવ્યા. તેમને પાકિસ્તાન મોકલીને ટ્રેનિંગ આપવામાં આવી અને સ્મગલિંગ દ્વારા તેણે વિસ્ફોટક પદાર્થોને મુંબઈ પહોંચાડ્યા હતા. મુંબઈમાં બે કલાક સુધી સતત ઘડાકાઓ થતા રહ્યા અને આખી મુંબઈ નગરી તહેશ નહેશ થઈ ગઈ.
Advertisement