ચીનમાં 6G ટેક્નોલોજીનું પરીક્ષણ શરૂ

12 March 2018 10:10 PM
Rajkot India Technology World
  • ચીનમાં 6G ટેક્નોલોજીનું પરીક્ષણ શરૂ

ભારતમાં 4G ના પણ ધાંધિયા ??!

Advertisement

ચીનની ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે જાહેરાત કરી છે કે, હવે નેક્સ્ટ જનરેશન મોબાઇલ કોમ્યૂનિકેશન નેટવર્ક 6G ડેવલોપમેન્ટની શરૂઆત કરવામા આવશે. 13માં નેશનલ પીપલ કૉંગ્રેસ દરમિયાન ચીની ઇન્ડસ્ટ્રી એન્ડ આઇટી મંત્રી મીઆઓ વીએ કહ્યું કે, ઇન્ટરનેટ થિંગ્સ માટે વધુ સારા અને યોગ્ય મોબાઇલ નેટવર્કની જરૂરીયાત છે માટે હવે 6G ટેક્નોલોજીનું ડેવલોપમેન્ટ કરવામાં આવશે.

ચીનનાં મંત્રી અનુસાર, ભવિષ્યમાં લાઇફને સમગ્ર રીતે ડિઝિટલ બનાવવા માટે ડ્રાઇવર લેસ કારની ખુબ જ જરૂરીયાત ઉભી થશે અને તેને સીધી રીતે ચલાવવા માટે આ બધાના કોમ્યૂનિકેશન માટે તેજ નેટવર્કની જરૂરીયાત ઉભી થશે. એવા નેટવર્કની જરૂરીયાત હશે જે ખુબ જ વધારે ડેટાને ખુબ જ તેજી સાથે ટ્રાન્સફર કરી શકે.

જોકે, અત્યારે પણ 5G પર કામ કરવાનું બાકી છે. હુઆવે અને જીટીઇ જેવી ચીની કંપનીઓ તેજીથી 5G ટેક્નોલોજી પર કામ કરી રહી છે. 5Gની વાત કરીએ તો આ ટેક્નોલોજી અંતર્ગત હાલની સ્પીડ અનુસાર 20-50 ટાઇમ વધારે કનેક્ટિવિટી મળશે.


Advertisement