કરોડો લોકોના જીવ બચાવવા સંપતિ ઠોકરે ચડાવી

12 March 2018 09:48 PM
Rajkot World
  • કરોડો લોકોના જીવ બચાવવા સંપતિ ઠોકરે ચડાવી

1959મા નિલ્સે સીટબેલ્ટ બનાવ્યો. આ શોધથી નિલ્સ અને વોલ્વો અઢળક પૈસા કમાઈ શકતા હતા પણ તેમણે "લેટ ગો" કર્યું !

Advertisement

1879ની સાલમાં પ્રથમ એન્જીનનું પેટન્ટ થયું હતું. 1885માં પ્રથમ કાર બની હતી. એ સમયે કાર બનાવવી ખૂબ મોટી વાત હતી. પછી જેમ જેમ સમય ગુજારતો ગયો તેમ તેમ લોકો કારની ડિઝાઈન પર ધ્યાન આપતા થયા કે કેવી ડિઝાઈનની કાર હોય તો પાર્કિંગમાં તકલીફ ન પડે, કેવી ડિઝાઈનની કાર હોય તો બેસવાવાળાને વધુ આરામ મળે વગેરે વગેરે. ત્યાર બાદ સેફટી ફિચર્સ પર કામ થયું કે કેવા પ્રકારે કારને વધુ સુરક્ષિત બનાવી શકાય? અને પછી એક દિવસ સીટબેલ્ટની શોધ થઈ.

સ્વીડનની એક કંપની છે વોલ્વો. ઘણા વર્ષોથી આ કાર સ્વીડનની ખૂબ લોકપ્રિય કાર છે. આજ કંપનીમાં એક એન્જીનીયર હતો નિલ્સ બોહલીન. 1959મા નિલ્સે સીટબેલ્ટ બનાવ્યો. આ શોધથી નિલ્સ અને વોલ્વો અઢળક પૈસા કમાઈ શકતા હતા પણ તેમણે આવું કર્યું નહીં. રોડ એકસીડન્ટ જેવા અકસ્માત સમયે આ સીટબેલ્ટ જાન બચાવનાર ખૂબ ઉપયોગી ઉપકરણ છે. એવું નહીં હતું કે પહેલાં સીટબેલ્ટ નહીં હતા પરંતુ એ સીટબેલ્ટ ખૂબ સાધારણ હતા અને તેને માત્ર કમરમાં બાંધવામાં આવતા હતા જેનાથી ફાયદો ઓછો અને નુકશાન વધુ થતું હતું. બોહલીને બનાવેલા સીટબેલ્ટથી માણસના આખા ધડને સીટ સાથે બાંધી શકાય છે જેથી જ્યારે કદાચ એકસીડન્ટ જેવી દુર્ધટના થાય તો અંદર બેસેલો વ્યક્તિ ગાડીની અંદર કોઈ વસ્તુ સાથે ઠોકાય નહિ અને તેણે પ્રોટેક્શન મળી રહે. આ સીટબેલ્ટ એકસીડન્ટના ઝટકાનો અસર ઓછો કરી નાંખે છે. વોલ્વોએ 1959માં પોતાની એમજોન અને PV544 મોડેલની ગાડીઓમાં આ સીટબેલ્ટનો પ્રથમ વખત ઉપયોગ કર્યો હતો.

આ સીટબેલ્ટની શોધ એ સમયની ખૂબ મોટી શોધ હતી. આ શોધ એટલી મોટી હતી કે આજે લગભગ 60 વર્ષ પછી પણ એ જ પ્રકારના સીટબેલ્ટનો ઉપયોગ કરીએ છીએ. આવી શોધને પેટન્ટ કરાવી લોકો તેને વેચે છે. આ પેટન્ટના સહારે વોલ્વો અને નિલ્સ ખૂબ પૈસા કમાઈ શકતા હતા પણ તેમણે એવું ન કર્યું. વોલ્વોનું કહેવું હતું કે દુનિયાભરની કાર કંપનીઓ આ સીટબેલ્ટનો ઉપયોગ કરશે અને વોલ્વોએ આ કારણે તેણે ફ્રી કરી દીધું.

પેટન્ટ ફ્રી હોવાથી બધી કારની કંપનીઓ આ પ્રકારના સીટબેલ્ટનો ઉપયોગ કરવા લાગી. ઉપરાંત પાછળથી ગાડીની પાછલી સીટ પર પણ સીટબેલ્ટ આપવામાં આવવા લાગ્યો. આ કામ પણ પ્રથમ વખત વોલ્વો એજ કર્યું હતું. સૌથી સુરક્ષિત ગાડીઓ બનાવવી એ વોલ્વોની ઓળખ બની ગઈ હતી. 1985 સુધી નિલ્સે વોલ્વોમાં જ કામ કર્યું હતું. તેમને રોયલ સ્વીડીશ એકેડમી ઓફ એન્જીનીયરીંગ સર્વિસીસ દ્વારા ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યું હતું.

એકસીડન્ટ સમયે સીટબેલ્ટ બાંધવો કેટલો ઉપયોગી થઈ શકે છે એ ઉપયોગીતા એ પરથી નક્કી કરી શકાય છે કે દુનિયાભરમાં ટ્રાફિકના નિયમોમાં સીટબેલ્ટ બાંધવાના નિયમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપના દેશમાં પણ ગાડી ચલાવતી વખતે સીટબેલ્ટ ન બાંધવામાં આવે તો મેમો ફાડવામાં આવે છે જેથી કરીને લોકો મેમોના ડરથી પણ સીટબેલ્ટ બાંધે. સીટબેલ્ટના કારણે દુનિયાભરમાં દરવર્ષે હજારો લોકોનો જીવ બચે છે.

એકસીડન્ટ સમયે ઝટકો લાગવાથી બહાર ફંગોળાઈ જવાથી લગભગ 75 ટકા લોકો મૃત્યુ પામે છે. સીટબેલ્ટ ન બાંધવાવાળા લોકોને એકસીડન્ટ સમયે બહાર ફંગોળાઈ જાવાનો ભય વધુ રહેલો છે.
કારમાં જેટલા પણ સેફ્ટી ફિચર્સ હોય છે તેને ડિઝાઈન કરતી વખતે એ વિચારી લેવામાં આવેલું હોય છે કે તમે સીટબેલ્ટનો ઉપયોગ કરશો જ. એટલે દુર્ધટના વખતે જો તમે સીટબેલ્ટ નહીં બાંધ્યો હશે તો બાકીના સેફ્ટી ફિચર્સ યોગ્ય પરિણામ નહીં આપી શકશે.

Advertisement