રાજયમાં ગીર અભ્યારણ સહિતના ગૌચર જમીનમાં લાખો હેકટરમાં દબાણ

12 March 2018 06:58 PM
Gujarat

વિધાનસભામાં સ્વીકાર: જવાબદારી મુદે મૌન

Advertisement

ગાંધીનગર તા.12
ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકાર ગૌચર બચાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. રાજયના 31 જીલ્લામાં 47259203 ચો.મી. જમીનમાં વર્ષોથી મોટાપાયે દબાણ થયેલ છે. આજે પ્રશ્ર્નકાળમાં ગૌચરના દબાણના વિવિધ પ્રશ્ર્ને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રશ્ર્નોતરીમાં ઉઠાવવામા આવ્યા હતા. આ પ્રશ્ર્નોતરીમાં સભ્યોના પ્રશ્ર્નનો જવાબ આપીને શરતો કોઈ પણ પ્રકારની જવાબદારી નિશ્ર્ચિત થઈ નથી. માત્ર ગૌચર દબાણ દૂર કરવાની બાબતમાં સરકારની ચલકચલાણું જેવી સ્થિતિ રહેવા પામી છે.
આજે ગુજરાત વિધાનસભામાં રાજયમાં ગાયો અને અન્ય પશુઓના ચરિયાણા માટે અપાયેલ ગૌચરમાં મોટાપાયે દબાણ થયું છે ત્યારે ગીર અભ્યારણ્યમાં 575358 હેકટર વિસ્તારમાં દબાણો થયેલા છે. તે પૈકી ખેતીના દબાણો 561757 હેકટર અને ધાર્મિક જગ્યાના 1.36.01 હેકટર વિસ્તારમાં દબાણ થયેલા છે. જો કે આ પૈકી જુજ દબાણો 1987-88 પહેલાનાં છે. બાકીના દબાણો ત્યારબાદના છે ત્યારે ત્રણ દાયકા જેટલો સમય થયો હોવા છતાં તેની ગીર અભ્યારણ્યમાંથી દબાણો દુર કરી શાંત નથી તેવો પ્રશ્ર્ન કોંગ્રેસના સભ્યએ પ્રશ્ર્ન ઉપસ્થિત કરતા વનમંત્રી અને મહેસુલ મંત્રીઓ સભ્યોથી અલગ અલગ પ્રશ્ર્નોના વંચિત જવાબો રજુ કર્યા હતા.


Advertisement