બાંગ્લાદેશનું વિમાન કાઠમંડુ વિમાની મથકે તુટી પડયું : પ૦ના મોતનો ભય

12 March 2018 03:26 PM
India
  • બાંગ્લાદેશનું વિમાન કાઠમંડુ વિમાની મથકે તુટી પડયું : પ૦ના મોતનો ભય
  • બાંગ્લાદેશનું વિમાન કાઠમંડુ વિમાની મથકે તુટી પડયું : પ૦ના મોતનો ભય

૬૭ મુસાફરો સાથેનું વિમાન લેન્ડીંગ સમયે અગનગોળામાં પલ્ટાતા દુઘૅટના

Advertisement

નવી દિલ્હી, તા. ૧ર નેપાળના કાઠમંડુ વિમાની મથકે અાજે બાંગ્લાદેશ અેરલાઈન્સનું વિમાન તુટી પડયું છે અને તેમાં અોછામાં અોછા પ૦ મુસાફરો માયાૅ ગયા હોવાનો ભય સેવાઈ રહયો છે. યુઅેસ બાંગ્લા અેરલાઈન્સનું વિમાન ૬૭ મુસાફરો અને ચાલક દળના સભ્યો સાથે પ્રવાસ કરી રહયું હતું. અા વિમાન લેન્ડીંગ સમયે કાઠમંડુ વિમાની મથક પર તુટી પડયું હતું. સુત્રોના જણાવ્યા મુજબ વિમાનના લેન્ડીંગ સમયે તેમાં અાગ લાગી હતી. અને અગનગોળાની સ્થિતિમાં ફેરવાઈ ગયું હતું. જોકે વિમાન અેરપોટૅ પર ઘસડાયા બાદ અટકી ગયું હતું. અને તેમાં મુસાફરી કરતા ૬૭ મુસાફરોમાંથી ૧૭ મુસાફરોને બચાવી લેવાયા છે. બાકીના મુસાફરો અંગે હજુ કોઈ માહિતી નથી વિમાન ઢાકા થી કાઠમંડુ જઈ રહયું હતું.


Advertisement