અંજારના મેઘપર (બો.) નજીક યુવાનની ઘાતકી હત્યા

12 March 2018 02:14 PM
kutch
  • અંજારના મેઘપર (બો.) નજીક યુવાનની ઘાતકી હત્યા

પ્રેમ પ્રકરણમાં બનાવ બન્યાની અાશંકા: ચાર ભાઈઅો સહિત સાત સામે ફરિયાદ

Advertisement

ગાંધીધામ તા.૧ર અંજાર તાલુકાના મેઘપરરુબોરીચી ગામ નજીક અંજાર ગળપાદર માગૅના સવિૅસ રોડ પાસે અાવેલા નમૅદા કેનાલ પુલિયા પર 'દિનદહાડે પ્રવિણ ઉફૅે પપ્પંુ કુંભાભાઈ પરમાર (ઉ.વ.ર૭)ની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિમૅમ હત્યા કરાઈ હોવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો. અા પ્રકરણમાં સાત શકદારોના નામ હોવાથી હત્યાનો ભેદ ઝડપથી ઉકેલાઈ જવાની પોલીસે અાશા સેવી હતી. મેધપરરુબોરીચી ગામની સીમમાં અાવેલા નમૅદાના પુલિયા પાસે વીડી ગામમાં રહેતા અને જય ગોપાલ બેન્સામાં 'નોકરી કરતા અેવા પ્રવિણ ઉફૅે પપ્પંુ કુંભાભાઈ પરમાર (ઉ.વ. ર૭)ની છરી જેવા તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી અાવતા પોલીસ બેડામાં દોડધામ મચી હતી. હતભાગી યુવાન રોજ મુજબ સવારે ૮' વાગ્યે બેન્સામાં નોકરી કરવા જતો હતો, ત્યારે જ હાઈવે પર તેની ઘાતકી હત્યા નીપજાવાઈ હતી. હત્યા પ્રેમ પ્રકરણના કારણે કરાઈ હોવાની અાશંકા સાથે પોલીસના સતાવાર સાધનોઅે મરનારના પિતા કુંભાભાઈ પતાભાઈ પરમારની ફરીયાદને ટાંકીને વિગતો અાપતા જણાવ્યુ હતુ કે, મૃત્યુ પામનાર યુવાન પ્રવિણ, છગનભાઈની પરિણીત પુત્રી મનીષાને ભગાડીને લઈ ગયો હતો. જેનું મનદુ:ખ રાખીને અા ગુનાને અંજામ અપાયો છે. અા બનાવ પછાડ 'છગન ગંગાભાઈ વાઘેલાના 'ચાર પુત્રો તથા પોપટ જેસંગ, જેસંગ સિંગલ, સામા ભચાભાઈ સિંગલ સહિત સાત લોકોના નામ શકદાર તરીકે નોંધવવામાં અાવ્યા છે. તેમજ બનાવ સ્થળેથી કિફીન સાથેની મૃત્યુ પામનારની મોટરસાયકલ પણ મળી અાવી હોવાનંુ પોલીસે જણાવ્યુ હતંુ.ભોગ બનનાર યુવાન અગાઉ લોડરના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો, પરંતુ બીમારી બાદ તે બેન્સામાં નોકરી કરતો હોવાનંુ જાણવા મળ્યંુ હતંુ. વહેલી સવારે અા બનાવની જાણ થતા ધોરીમાગૅ પર લોકોના ટોળા અેકત્ર થયા હતા. સતત વાહનોની અવરજવરથી ધમધમતા અંજાર ગળપાદર ધોરીમાગૅ પર ધોળે દહાડે હત્યાની ઘટના બનતા સંકુલમાં કાયદાની ધાક જ ન હોવાનંુ સમજાય છે.


Advertisement