ખેડુતોને પુરતા પ્રમાણમાં ખાતર મળે તે માટે જીલ્લા કિસાન મોરચા દ્વારા કૃષિમંત્રીને રજુઅાત

12 March 2018 02:10 PM
Dhoraji

ઉપલેટા ન.પા.ના ઉપપ્રમુખ ધવલભાઈ માકડીયાનો નવાપરા યુવા ગુ્રપ દ્વારા અાવકાર

Advertisement

(જગદીશ રાઠોડ) ઉપલેટા તા.૧ર ખેડુતોને રાસાયણીક ખાતર માટે પીઅોઅેસ મશીનથી અંગુઠા અાપવામાં કનેકટીવીટીમાં તકલીફ ન પડે માટે યોગ્ય નિણૅય લઈ દરેક જગ્યાઅે કનેકટીવીટી મળી રહે અને ખાતરના ડેપો ઉપર પીઅોઅેસ મશીન ફરજીયાત હોય ત્યારે ખેડુતોને ખાતર માટે મુશ્કેલી ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરી પુરતા પ્રમાણમાં સમયસર ખાતર મળી રહે તે માટે રાજકોટ જીલ્લા કિશાન મોરચાના પ્રમુખ વિજયભાઈ કોરાટ અને મહામંત્રી હરસુખભાઈ સોજીત્રા સહીતના દ્વારા કૃષિમંત્રી અાર.સી.ફળદુને વિસ્તૃત પત્ર દ્વારા રજુઅાત કરવામાં અાવી હતી. અા તકે હરસુભાઈ સોજીત્રાઅે જણાવેલ કે અા રજુઅાતની સાથે મુખ્યમંત્રી સહીત અન્ય કેબીનેટ મિનીસ્ટરોને મળી ખેડુતોના વિવિધ પ્રશ્ર્ને પણ રજુઅાતો કરેલી છે જેમાં મહત્વના પ્રશ્ર્નોના નિરાકરણ માટે તમામે અમોને તાત્કાલીક યોગ્ય કરવાની ખાત્ર અાપેલ છે. નવાપરા યુવા ગુ્રપ તાજેતરની નગરપાલિકાની પ્રતિષ્ઠાભરી પુરણીમાં વોડૅ ૪માં ભાજપમાંથી જંગી લીડથી ચુટાયેલ ઘવલભાઈ માકડીયાને ઉપલેટા નગરપાલિકાના ઉપપ્રમુખ જેવા મહત્વના હોદા ઉપરની નિમણંુકને ઉપલેટાના સેવાભાવી ખ્યાતનામ નવાપરા યુવા ગુ્રપ દ્વારા અાવકારી અભિનંદન પાઠવેલ છે તેમની અા વરણીથી શહેરના વિકાસમાં ચાર ચંાદ લાગશે અા તકે ધવલભાઈ માકડીયાઅે બોલતા જણાવેલ કે અા વિસ્તારની તમામ નાની મોટી જ્ઞાતિના લોકોઅે મારામાં જે વિશ્ર્વાસ મુકી મને જે જંગી લીડથી ચુટી કાઢયો છે તે વિશ્ર્વાસને ફળીભુત કરવા હંુ હંમેશા કટીબઘ્ધ છું અને શહેરના લોકોના પ્રશ્ર્નો સાંભળી તેના નિરાકરણ માટે નટવર રોડ પર મીઠાઈ ઘર ખાતે કાયાૅલય ખોલેલ છે તેનો લાભ લેવા લોકોને જાહેર અપીલ કરેલ હતી.


Advertisement