ભાવનગરમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો 3 લાખના મુદામાલ સાથે ઝડપાયા

12 March 2018 02:09 PM
Bhavnagar
  • ભાવનગરમાં જાહેરમાં જુગાર રમતા સાત 
શખ્સો 3 લાખના મુદામાલ સાથે ઝડપાયા

Advertisement

ભાવનગર તા.12
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલ દ્વારા ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફે શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ છે.
ભાવનગર એલ.સી.બી.એ દેસાઇનગર સામે આવેલ ત્રિપદા કોમ્પ્લેકસની પાછળનાં ભાગે આવેલ ગોકુળધામ સોસાયટીનાં જાહેર રોડ ઉપર ઇલે. લાઇટનાં થાંભલા નીચે રેઇડ કરતાં જાહેરમાં તીનપતીનો હારજીતનો જુગાર રમતાં કુલ-7 શખ્સોે ગંજીપતાનાં પાના,મોબાઇલ નંગ-7 કિ.રૂ.78,000/-, મો.સા./રીક્ષા કિ.રૂ.1,40,000/- તથા રોકડ રૂ.94,800/-મળી કુલ રૂ.3,12,800/- નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ હતાં.
મેહુલભાઇ દેવાભાઇ ચોહલા ઉ.વ.26 રહે.પ્રાથમિક શાળા સામે,ફુલસર,ભાવનગર, અશોકભાઇ કરશનભાઇ ચોહલા ઉ.વ.25 રહે.મફતનગર, ઇન્દિરાનગર યાર્ડની પાછળ, રમેશભાઇ સાજણભાઇ મેર ઉ.વ.36 રહે.પ્લોટ નં.54,શેરી નં.5,સરીતા સોસાયટી, બુધાભાઇ સોંડાભાઇ બાબરીયા ઉ.વ.30 રહે.મફતનગર, મઢુલી પાસે, ફુલસર, હરેશભાઇ કરશનભાઇ આલગોતર ઉ.વ.31 રહે.શેરી નં.2,પેટ્રોલ પંપ સામે,દેસાઇનગર, વિપુલભાઇ કરશનભાઇ મોરડીયા ઉ.વ.36 રહે.પ્લોટ નં.14,શેરી નં.2,સરીતા સોસાયટી, પરેશભાઇ પ્રવિણભાઇ સોલંકી ઉ.વ.26 રહે.બાપાની મઢી પાસે, જુનું ગામ,ફુલસરનો સમાવેશ થાય છે.
આ સમગ્ર કામગીરીમાં પરાક્રમસિંહ ગોહિલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, હર્ષદભાઇ ગોહિલ, શિવરાજસિંહ સરવૈયા, ભીખુભાઇ બુકેરા, સત્યજીતસિંહ ગોહિલ, સંજયસિંહ ઝાલા વિગેરે જોડાયા હતા.


Advertisement