રાજુલામાં ગરીબોને રેશનીંગ પુરવઠો મેળવવામાં અનેક મુશ્કેલી : ઉગ્ર રોષ

12 March 2018 02:08 PM
Amreli

અાંગળાની ફિંગર પ્રિન્ટ અાપ્યા બાદ બીજા દિવસે જથ્થો મળતો હોવાની થોકબંધ ફરીયાદો ઉઠી

Advertisement

રાજુલા, તા. ૧ર રાજુલા શહેર અને તાલુકાના ગરીબોને મળતો સરકારી રેશનનો ઘઉં, ચોખા, કેરોસીનનો જથ્થો ખરીદ કરતા પહેલા અંગુઠાની છાપ અાપવા માટે અાખો દિવસ યાદવ ચોક વિસ્તારમાં કે જયાં અંગુઠાની છાપ લેવાય છે. ત્યાં ભુખ્યા તરસ્યા તડકામાં અાખો અાખો દિવસ ઉભા રહેવું પડે છે. રાજુલા પુરવઠા વિભાગની કચેરી દ્વારા અસંખ્ય ગરીબોના રેશનકાડૅમાંથી રાહતદરનું અનાજ મેળવતા બંધ કરી દેતા ગરીબો ફિંગર પ્રિન્ટ અને રેશનીંગની દુકાનોઅે છરુછ મહિનાથી ધકકા ખાય છે. છતાં અનાજથી વંચિત રહે છે. ગરીબો કયા કારણે ગરીબોને રેશનથી વંચિત કરાયા તેનું પુરવઠા મામલતદાર જવાબ નથી અાપતા રાજુલારુપંથકમાં પણ રેશનના ઘઉં, ચોખાના મહાકાય કૌભાંડ પુરવઠા તંત્રની રહેમ દ્રષ્ટિથી ચાલી રહયા છે તે બાબત સૌ કોઈ જાણે છે. અગાઉ રાજુલાના પી.અાઈ. નિરવ વ્યાસે રેશનીંગના ઘઉંરુચોખાનું મહાકાય કૌભાંડ ઝડપી પાડયું હતું. ત્યારબાદ તાજેતરમાં પણ અેક નજીકના ગામની વાડીમાંથી પણ કૌભાંડ ઝડપાયું હતું. રાજુલામાં દરેક રેશનની દુકાનોમાંથી મળતું કેરોસીનનું માપ પ લીટરનો ભાવ લઈ સાડા ચાર લીટર જ અપાતુ હોવાની બુમ ઉઠી છે.રાજુલારુજાફરાબાદ અને ખાંભાના નવનિયુકત ધારાસભ્ય અંબરીશભાઈ ડેરરુઉચ્ચકક્ષાઅેથી તપાસ કરાવે તેવી લોક માંગણી પ્રબળ બની છે.


Advertisement