ગોંડલમાં જિલ્લા કક્ષ્ાાના મહિલા સંમેલનની થયેલી ભવ્ય ઉજવણી

12 March 2018 01:58 PM
Gondal

બેટી બચાવો, બેટી પઢાવો ઝુંબેશને ચિ૨તાર્થ ક૨વા અનુ૨ોધ

Advertisement

ગોંડલ તા.12
ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સંયુકત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાવો સંકલ્પ સાથે રાજકોટ જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયું હતું.
આ તકે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ મહિલાઓના યોગદાન થકી ગુજરાતના વિકાસને આગળ વધારવામાં મહત્વનો ફાળો રહ્યો હોવાનું જણાવી બેટી બચાવો બેટી પઢાવો રાજ્ય સરકારના સંકલ્પને એક ઝુંબેશ દ્વારા સહિયારા પુરૂષાર્થે ચીરતાર્થ કરીએ તેવું જણાવ્યું હતું, અને 8મી માર્ચે જન્મથી તમામ દીકરીઓને નનહી પરી અવતરણ યોજના અંતર્ગત તેઓના ધરતી પરના આગમનને વધાવવા નો એક જ સરાહનીય પ્રયાસ ગણાવ્યો હતો. ખાતે ધારાસભ્ય ગીતાબા જાડેજાએ જણાવ્યું હતું કે નારી એ શક્તિ છે, નારાયણી છે ભારતમાં પ્રાચીન સમયથી નારી પૂજનીય અને સન્માનનીય રહેલ છે અને દેશના વિકાસમાં યોગદાન આપે છે પ્રવર્તમાન સમયમાં નારીઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે તેવી શુભકામના તેમણે વ્યક્ત કરી હતી.
આ તકે મહાનુભાવોના હસ્તે ગૌરવવંતી નારીનું સન્માન પુરસ્કાર વિતરણ પ્રતિભાવના મહિલાઓનું સન્માન માતા યશોદા એવોર્ડ વિતરણ 100 વર્ષથી વધુ વયની બહેનો નું સન્માન મમતા કાડ નુ અનાવરણ આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહીલાઓનું સન્માન આશા બહેનોને સાડી વિતરણ ટેકો પ્રોજેક્ટ અંતર્ગત મોબાઈલ ફોન અર્પણ વિધિ કરવામાં આવી હતી.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા માતા યશોદા એવોર્ડ અંતર્ગત કુલ 76 જેટલી આંગણવાડી વર્કર હેલ્પર વગેરેને કુલ 12.96 લાખનું વિતરણ કરાયુ હતું, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 14 સખીમંડળોને 1.40 લાખ રીવોલ્વીંગ ફંડ અને 4 ગ્રામ સત્સંગને 9.50 લાખ ફંડ ચૂકવવામાં આવ્યું હતું.
મંત્રી જયેશભાઇ રાદડિયાએ સ્વચ્છ ભારત વિષય અંતર્ગત સ્વચ્છતા નું લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.આ દ્વારા ગ્રામ વિસ્તારોમાં સ્વચ્છતા અંગે જન જાગૃતિ કેળવશે. આ તકે ભાજપ ઉપાધ્યક્ષ જસુમતીબેન કોરાટ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયંતિભાઇ ઢોલ ગોંડલ નગરપાલિકા પ્રમુખ મનિષાબેન સાવલિયા સહિતનાઓ હાજર રહ્યા હતા.
ગોંડલ એસ.ટી.ડેપો દ્વારા ગોંડલ સુરતની લક્ઝરી બસ શરૂ કરાઈ
ગોંડલ થી સુરત વચ્ચે મુસાફરોની અવરજવર વધુ રહેતી હોય એસ.ટી.તંત્ર દ્વારા આજરોજ મુસાફરોની સુખાકારી માટે ગોંડલ સુરત રૂટની લક્ઝરી સ્લિપિંગ કોચ શરૂ કરાતા મુસાફરોમાં હર્ષની લાગણી ફેલાવા પામી છે, આ રૂટની બસને અક્ષર મંદિરના કોઠારી દિવ્ય પુરુષ સ્વામી તેમજ નૈતિક વ્રત સ્વામી દ્વારા પૂજા-અર્ચન કરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ તકે ડેપો મેનેજર તેમજ એસ.ટી તંત્રના કર્મચારીઓ હાજર રહ્યા હતા, પ્રથમ રૂટ ડ્રાઇવર અબ્દુલશા આલમશા સામદા અને કંડક્ટર રમેશભાઈ રાઠોડ દ્વારા લઈ જવામાં આવ્યો હતો, ગોંડલ થી ઉપડતી આ વર્ષ વાસાવાડ, આટકોટ, જસદણ, વિછીયા, રાણપુર, ધંધુકા, બગોદરા, તારાપુર વાસદ વડોદરા થઈ સુરત પહોંચશે.
યાર્ડ મસાલાની આવક
ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડમાં ધાણા જીરુ સહિત મસાલાની મબલખ આવક થઈ રહી છે ત્યારે ગુંદાળા ચોકડી પાસે ધાણા ભરેલ વાહનોને જમાવડો થયો હોય ધાણા ની સોડમ વાહનચાલકો અને રાહદારીઓ નું મન મોહી લે છે


Advertisement