વેરાવળના સુપાસી ગામે રહેણાંક મકાનમાંથી 35 હજારનો દારૂ ઝડપાયો

12 March 2018 12:31 PM
Veraval
  • વેરાવળના સુપાસી ગામે રહેણાંક મકાનમાંથી 35 હજારનો દારૂ ઝડપાયો

Advertisement

વેરાવળ તા.12
વેરાવળ તાલુકાના સુપાસી ગામે ગીર-સોમનાથ એલ.સી.બી. બ્રાન્ચે દારૂ અંગે રહેણાંક મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની બોટલો તથા બીયર મળી કુલ રૂા.35900 ના મુદામાલ સાથે બુટલેગરને ઝડપી લઇ ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.
ગીર સોમનાથ જીલ્લાકમાં અસામાજીક પ્રવૃતિ ડામવા અને દારૂની હેરાફેરી તથા વેચાણ કરતા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા જીલ્લા પોલીસ વડા હીતેશ જોયસર સુચનાના અનુસંધાને એલ.સી.બી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.બી.બી.કોળી ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.એમ.વડુકુળ, પો.હેડ કોન્સ.લખમણભાઇ મેતા, સંગ્રામસિંહ ગોહીલ, રામદેવસિંહ જાડેજા, મેસુરભાઇ વરૂ, મેરામણભાઇ શામળા, જગદિશભાઇ મકવાણા, પો.કોન્સ. ભુપેન્દ્રસિંહ ચાવડા, પ્રકાશભાઇ, વિરાભાઇ તથા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ. આર.પી.ડોડીયા સહીતના સ્ટાફ શનિવારે રાત્રીના પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આઘારે વેરાવળ તાલુકાના સુપાસી ગામે રહેતો ગની ઇસ્માઇલ તાજવાણીના મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂ તથા બીયર મળી કુલ પેટી-15 કુલ કી.રૂા.35900 ના મુદામાલ સાથે ઝડપી લઇ ઘોરણસરની કાર્યવાહી હાથ


Advertisement