સોમનાથને સ્વચ્છ રાખવા ર૦૦૦ લોકોઅે શપથ ગ્રહણ કયાૅ

12 March 2018 12:26 PM
Veraval
  • સોમનાથને સ્વચ્છ રાખવા ર૦૦૦ લોકોઅે શપથ ગ્રહણ કયાૅ

તિથૅ ક્ષેત્ર સોમનાથના દશૅને અાવતા શ્રઘ્ધાળુઅોને પણ સ્વચ્છતા જાળવવા સમજ અાપતા અાગેવાનો

Advertisement

પ્રભાસપાટણ, તા. ૧ર ભારત સરકાર પયૅટન મંત્રાલય સ્વચ્છ ભારતરુસ્વચ્છ પયૅટન અંતગૅત સ્વચ્છતા જાગૃતિનો કાયૅક્રમ સોમનાથ ખાતે યોજવામાં અાવેલ. ભારત સરકારની સ્વચ્છ પયૅટન યોજનાના ભાગરૂપે અાખા દેશમાં ૧પ૦ જગ્યાઅે અા રીતે કાયૅક્રમ યોજાઈ રહ્યા છે જેમાં સોમનાથ ખાતે ત્રણ કાયૅક્રમો યોજાયા જેમાં વેરાવળની મણીબેન કોટક સ્કુલ ખાતે શાળાના બાળકોને નાટય પ્રવૃતિ તેમજ સંબોધનથી સ્વચ્છતા પ્રત્યે સભાન કરાયા. બીજો અાવો કાયૅક્રમ સોમનાથ ખાતે જનભાગીદારીવાળી સંસ્થાઅોનાં હોલ્ડરો તેમજ સોમનાથ ટ્રસ્ટ સાથે કાયૅરત સ્વચ્છતા અભિયાનનાં કમૅચારીઅો અને બી.અેમ.જી. કમૅચારીઅો ઉપસ્થિત રહયા તથા સાંજે સોમનાથ ખાતે સોમનાથ મંદિરે અાવતા યાત્રિકોને કાયૅક્રમો દ્વારા સ્વચ્છતા અભિયાનનો વિચારો અાપવામાં અાવ્યા. સોમનાથના સેમીનારને સંબોધતા વેરાવળરુપાટણ સંયુકત નગરપાલિકાનાં સેનેટરી ઈન્સ. બી.અેચ.હિરપરાઅે જણાવ્યું કે પયૅટન અને અાપણા ધામિૅક સ્થળોને સ્વચ્છ રાખવાની અાપણા સૌની જવાબદારી છે. અાપણે જો જાગૃત નહી રહીઅે તો અાવનારી પેઢીને ઘણું સહન કરવું પડશે. સોમનાથ ટ્રસ્ટના સેનેટરી હેડ હિતેષભાઈ દામોદરાઅે જણાવેલ કે અા મંદિર અને અાસપાસના વિસ્તારોમાં ર૪ કલાક સફાઈનું કામ ચાલતું રહે છે જેને કારણે અાજે અાપણે સોમનાથ દેશના સ્વચ્છ અને સુંદર તીથૅના અેવોડૅ પણ મેળવી ચુકયું છે. કાયૅક્રમ અંગે વિગત અાપતા ડો.કામાક્ષીબહેને જણાવ્યું કે દેશ સ્વચ્છ હશે તો સ્વચ્છતાથી દેશના પયૅટન મથકોની અાવક અને રોજગારી વધશે કાયૅક્રમનાં પ્રારંભે દેશના તીથોૅરુપયૅટક કેન્દ્રોમાં સ્વચ્છતાથી કેટલું સુંદર પરીણામ અાવ્યું છે. તેનું વિડીયો પ્રેઝેન્ટેશન કરાયું અા સમગ્ર કાયૅક્રમને સફળ બનાવવા ભારત પયૅટન અને યાત્રા સંસ્થાનના ડો.કામાક્ષી મહેશ્ર્વરી, પ્રોજેકટ અોફીસર અમીત વાસ્વાની, સ્વચ્છતા અેકશન પ્લાન અાસી. ટેકર દિવ્યા કુજુર સહિતનાં અધિકારીઅોને સફળ સંચાલન કરેલ અા કાયૅક્રમથી મહત્વના ર૦૦થી વધુ લોકોઅે લાભ લઈ સ્વચ્છતા અંગે શપથ લઈ જાગૃતિ અભિયાનને સહકાર અાપેલ.


Advertisement