બોટાદના કુંડળધામમાં બેટી બચાવોરુબેટી પઢાવો કાયૅક્રમ યોજાયો

12 March 2018 12:19 PM
Bhavnagar

મહિલા દિનની ઉજવણી અવસરે શ્રેષ્ઠ કામગીરી કરનારી મહિલાનું સન્માન

Advertisement

(દિનેશ બગડીયા / ઘનશ્યામ પરમાર દ્વારા) બોટાદ, તા. ૧ર બોટાદ જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાવોના સંકલ્પ સાથે અાંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિતે કુંડળધામ ખાતે તા. ૧૦મી માચૅના રોજ રાજયમંત્રી ઈશ્ર્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં મહિલા સંમેલન યોજાયંુ હતું. બરવાળા તાલુકાના કુંડળધામ ખાતે સવારના ૯.૩૦ કલાકે યોજાનાર અા મહિલા સંમેલનમાં સહકાર રમતરુગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઅો વિભાગ (સ્વતંત્ર હવાલો), વાહન વ્યવહાર રાજય મંત્રી ઈશ્ર્વરસિંહ પટેલના હસ્તે વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઅોને બિરદાવી તેમને સન્માનિત કરવામાં અાવેલ અા પ્રસંગે ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળ ખાસ ઉપસ્થિત રહયા હતા. જિલ્લા સંકલન તથા ફરીયાદ નિવારણ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર બોટાદ જિલ્લા સંકલન તથા ફરીયાદ નિવારણ સમિતિની બેઠક અાગામી તા. ૧૬મી માચૅને શુક્રવારના રોજ સવારના ૧૧ કલાકે કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન મિટીંગ હોલ ખાતે જિલ્લા કલેકટરના અઘ્યક્ષસ્થાને યોજાનાર હતી. જે અનિવાયૅ કારણોસર હવે તા. ૧૭મી માચૅને શનિવારના રોજ બપોરે ર.૦૦ કલાકે મીટીંગ હોલ, કલેકટર કચેરી, બોટાદ ખાતે યોજવામાં અાવશે. અે.અાર.ટી.અો. કચેરી દ્વારા વાહનોનું સઘન ચેકીંગ અે.અાર.ટી.અો. કચેરીરુબોટાદના ચેકીંગ સ્ટાફ દ્વારા તા. ૭/૩ના રોજ બરવાળા રોડ ખાતે વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં અાવ્યું હતું. જેમાં ૩પ વાહનોને ચેકીંગ મેમો અાપવામાં અાવ્યો હતો. ૩ વાહનો ડીટેઈન કરવામાં અાવ્યા હતા તથા સ્થળ ઉપર રૂપિયા ર૮,૦૦૦/રુનો દંડ વસુલવામાં અાવ્યો હતો. જયારે બાકી કેસોમાં અંદાજીત રૂપિયા ૬,૭૦,૦૦૦/રુ દંડની વસુલાત હાથ ધરી વાહન નંબરને બ્લેક લીસ્ટેડ કરવામાં અાવ્યા છે. વિદેશમાં રોજગારી ઈચ્છુક તાલીમાથીૅને વેબલીંક અાધારીત સવેૅ બાબતની જાણકારી અથેૅ સેમીનાર યોજાશે જિલ્લા રોજગાર વિનિમય કચેરીરુબોટાદ દ્વારા રોજગાર વાંચ્છુ ઉમેદવારોને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવા તથા સરકારના વિવિધ વિભાગ / ખાતા દ્વારા સ્વરોજગાર માટે પ્રાપ્ય સહાય / લોનની યોજનાઅો વિશે માહિતી તથા અાઈ.ટી.અાઈ.ના જુદા જુદા ટે્રડમાં અભ્યાસ પૂણૅ કરેલ હોઈ અથવા હાલ અભ્યાસ ચાલુ હોઈ તેવા તાલીમાથીૅઅો પૈકી વિદેશમાં રોજગારી / નોકરી ઈચ્છુક તાલીમાથીૅઅોને વેબલીંક અાધારીત સવેૅ બાબતની જાણકારીના સેમીનારનું અાયોજન તા. ૧૩/૩ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે અાઈ.ટી.અાઈ. કેમ્પસરુબરવાળા ખાતે કરવામાં અાવેલ છે.


Advertisement