સોમનાથ મંદિરની અાસપાસ ખૂંટીયાઅોના યુઘ્ધથી ભારે દોડધામ

12 March 2018 12:08 PM
Veraval
  • સોમનાથ મંદિરની અાસપાસ ખૂંટીયાઅોના યુઘ્ધથી ભારે દોડધામ

દશૅને અાવતા શ્રઘ્ધાળુઅોમાં ગભરાટની લાગણી

Advertisement

પ્રભાસપાટણ, તા. ૧ર સોમનાથ મંદિરની અાજુબાજુમાં અને પ્રભાસપાટણ ગામની અંદર ખૂંટીયા અને ગાયોનો ભયંકર ત્રાસ છે. સોમનાથ મંદિરની અાજુબાજુમાંથી અને ચોપાટીમાં રખડતા ગાયો અને ખૂંટીયા મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને ગાયો યાત્રીકો પાસેથી ખાવાની વસ્તુઅો મેળવવા રીતસર તેની પાછળ દોડે છે અને તેથી રોજના યાત્રીકોનાં પડવાના બનાવો બને છે તેમજ જયારે સામસામા અાખલા યુઘ્ધે ચડે ત્યારે લોકોને જીવ બચાવીને ભાગવું પડે છે અને જો ભૂલેચૂકે અા અાખલાઅોની ઝપટે ચડે તો અાવી બન્યું. અાવા યુઘ્ધો રોજ જોવા મળે છે અને યાત્રીકોના ઘાયલ થવાના બનાવો બને છે તેમજ અેકસાથે ગાયો અને ખૂંટીયાઅો દોડતા નીકળે ત્યારે પણ લોકોમાં દોડધામ મચી જાય છે. પ્રભાસપાટણ શહેરમાં મુખ્ય બજારો અને અંદરની ગલીઅો ખૂબ જ સાકડી છે તેમજ ગીચ વસ્તી અાવેલ છે અા સાકડી બજારોમાં ખૂંટીયા અને ગાયોની અવરજવર તેમજ ગલીઅોમાં પણ અવરજવર તેમજ વચ્ચે અડીંગો જમાવીને બેસી જવું અા રોજનાં બનાવોથી લોકોને નીકળવું પણ મુશ્કેલ બનેલ છે અને ટુ વ્હીલ વાહન કાઢવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે. છતાં અા સોમનાથ યાત્રા ધામમાં અા રખડતા ઢોરનો કાયમી ઈલાજ કરવામાં અાવતો નથી અને યાત્રીકો અને સ્થાનિક લોકો હેરાન થઈ રહેલ છે.


Advertisement