વિસાવદરના જંગલમાં દિપડાને જરખે ફાડી ખાધો

12 March 2018 12:00 PM
Junagadh
  • વિસાવદરના જંગલમાં દિપડાને જરખે ફાડી ખાધો

વેકરીયા પાસે ઈનફાઈટ : ભાગ્યે જ બનતી ઘટના ગણાવતો વન વિભાગ : પેટરુપીઠ ફાડી નાખ્યા

Advertisement

(હિતેશ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧ર વિસાવદર વેકરીયા પાસે મારણ માટે ઝરખ અને દીપડા વચ્ચે ઈનફાઈટ થઈ હતી જેમાં દિપડો ગંભીર રીતે ઘાયલ થતા તેનું મોત થયું હતું. વનતંત્રઅે અા ઘટનાને ભાગ્યે જ બનતી ઘટનાઅો ગણાવી હતી. અા અંગે વધુ વિગતો અનુસાર વિસાવદરના વેકરીયાથી બોરડી જતા રોડ પર સીમ વિસ્તારની જમીનમાં દીપડાનો મૃતદેહ પડયો હોવાની વાત મળતા વનરુવિભાગ દોડયો હતો. સ્થળ પર પહોંચી સ્થળ તપાસ હાથ ધરતા દિપડાના મૃત દેહની અાસપાસ ઝરખના સગડ જોવા મળ્યા હતા તેમજ પેટ અને પીઠના ભાગે બચકા ભયાૅના નિશાન પણ મળી અાવ્યા હતા. દીપડાના મૃતદેહના વિધિવત કાગળની પ્રોસીજર પતાવી વન વિભાગે વેટરનરી ડોકટર મારફત તેનું પી.અેમ. કરાવ્યું હતું જેમાં પણ પ્રાથમિક તબકકે પેટ અને પીઠની ઈજાઅોથી જ તેમનું મૃત્યુ થયું હોવાનું તારણ કઢાયુ હતું. અાશરે બે વષૅના દિપડાના મોત બાદ વનતંત્ર પણ અા ઘટનાને લઈ અચંબામાં પડી ગયુ હતું. ભાગ્યે જ અાવી ઘટનાઅો બનતી હોવાનું વન વિભાગના સ્ટાફે પણ જણાવ્યું હતું.


Advertisement