ૠજઝમાં 34,000 કરોડની કરચોરીની સરકારને શંકા

12 March 2018 11:46 AM
India
  • ૠજઝમાં 34,000 કરોડની કરચોરીની સરકારને શંકા

જીએસટી રિટર્નસ-1 અને જીએસટીઆર-3બીમાં ટેકસ જવાબદારી જુદી બતાવાઈ હોવાના કેસો વેચાણના તમામ તબકકે વેરો ઓછો ભરવા આયાતી માલસામાનની કિંમત ઓછી બતાવાઈ રહી છે બન્ને રિટર્નમાં વેરા જવાબદારીમાં મોટો તફાવત દર્શાવનારાને નોટીસ આવી શકે છે

Advertisement

નવી દિલ્હી તા.12
વેપાર-ઉદ્યોગપતિઓ કરચોરી કરી રહ્યા છે એવા ડર વચ્ચે ટેકસ સતાવાળાઓ રૂા.34,000 કરોડનો જીએસટી કોયડો ઉકેલવા મથામણ કરી હતી.
જુલાઈ અને ડીસેમ્બરમાં જીએસટીએન નેટવર્ક દ્વારા ભરાયેલા રિટર્નનું પ્રાથમીક વિશ્ર્લેષણ સૂચવે છે કે કર જવાબદાર ઓછી બતાવવાનું કદ રૂા.34000 કરોડ હોય
શકે છે
શનિવારે મળેલી જીએસટીની બેઠકમાં આ મુદે ચર્ચા થઈ હતી. એના પગલે જીએસટી રિટર્ન-1 અને જીએસટીઆર-3બીમાં જુદી જુદી કર જવાબદારી દર્શાવનારા વેપારીઓને નોટીસ આપવા નિર્ણય લેવાયો છે. બે જુદા જુદા રિટર્નમાં કરજવાબદારીમાં ઝાઝો ફેરફાર બતાવનારા વેપારીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો આશય છે. આવા કેટલાક કિસ્સામાં ‘શકમંદ’ વેપારીઓની માહિતી રાજયો સાથે શેર કરાશે અને વ્યક્તિગત કરદાતાની વિગતોની ચકાસણી પછી પગલાં લેવાશે.
કરચોરી થતી હોવાની આ એકમાત્ર છટકબારી નથી. કસ્ટમ્સ દ્વારા ફાઈલીંગ ડેટાની ચકાસણીમાં જણાયું છે કે કેટલાક કેસોમાં આયાતી માલસામાનની કિંમત ઓછી બતાવાઈ છે. દાખલા તરીકે મોબાઈલ ફોનની કિંમત રૂા.10000ના બદલે રૂા.7000 દર્શાવાઈ શકે છે.
ડીસ્ટ્રીબ્યુટરથી માંડી રિટેલર સુધીના વેચાણ તબકકે ઓછો જીએસટી ભરવા આમ કરાતું હોવાનું માનવામાં આવે છે.
ખરીદ-વેચાણની કિંમતનો તાલામેલ કરવા ઈન્વોઈસ મેચીંગ અને ફેકટરીથી શોરૂમ સુધી માલસામાનની હેરફેર પર નજર રાખવા ઈ-વે બીલ જેવા કરચોરી વિરોધી નિષ્ફળ રહેતા અધિકારીઓએ પણ ચૂપકીદી જાળવી છે.
અધિકારીઓ કહે છે કે ઘણાં વેપારીઓએ ધાર્યુ નહોતું કે સરકાર જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બીનો ટાંગામેળ કરશે. જીએસટીઆર-3બીમાં ઈનપુટ ટેકસ ક્રેડીટ અને અગાઉની બેલેન્સના ઉપયોગ આધારીત પેમેન્ટની વિગતો પણ સામેલ છે. બીજી બાજુ કરવેરા સલાહકારો કહે છે કે બે રિટર્ન ફાઈલીંગમાં કર જવાબદારી જરૂરી બતાવવા માટે વાજબી કારણો પણ હોય શકે. ટેકસ ચુકવતી વખતે મહિનાઓ દરમિયાન એકત્ર થયેલી ઈમ્પુટ ટેકસ ક્રેડીટનો ઉપયોગ થતો હોય છે.
એથી વિપરીત, જીએસટીઆર-1માં આવી વિગતો હોતી નથી. એ માત્ર એક રીતે સેલ્સ રજીસ્ટર અને એમાં ઈન્વોઈસની વિગતો જ આવરી લેવાયેલી હોય છે.


Advertisement