ફ્રાંસમાં ભારતની ડિગ્રી માન્ય રહેશે: બન્ને દેશો વચ્ચે જુદા જુદા 14 કરાર

10 March 2018 06:51 PM
India
  • ફ્રાંસમાં ભારતની ડિગ્રી માન્ય રહેશે: બન્ને દેશો વચ્ચે જુદા જુદા 14 કરાર

વધુ ને વધુ ભારતીયો આવે તેમ ઈચ્છીએ છીએ: ફ્રેંચ પ્રમુખ રામાયણ, મહાભારત દ્વારા ફ્રેંચ વિચારકોએ ભારતની ઝાંખી કરી છે: મોદી

Advertisement

નવી દિલ્હી તા.10
ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુયલ મેક્રોં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં બન્ને દેશો વચ્ચે 14 દ્વીપક્ષીય કરારો થયા છે.હૈદ્રાબાદ હાઉસમાં મંત્રણા પછી સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે અમે બન્ને બે લોકશાહી દેશોના નેતા જ નથી, અમે બે સમૃદ્ધ અને સમર્થ વિરાસતોના ઉતરાધિકારી પણ છીએ.મોદીએ જણાવ્યું હતું કે અમારી વ્યુહાત્મક ભાગીદારી ભલે 20 વર્ષ જૂની હોઈ, અમારી સભ્યતા અને ભાગીદારી સહીઓ લાંબી છે. 18મી સદીથી માંડી આજ સુધી પંચતંત્રની વાતો, મહાભારત અને રામાયણ દ્વારા ફ્રાંસના વિચારકોએ ભારતની ઝાંખી કરી છે. હોઠમાં હોલા, વિકટર હ્યુગો જેવા લોકોએ ભારતનું ઉંડુ અધ્યતન કર્યુ છે. બન્ને દેશો વચ્ચે થયેલા કરાર અનુસાર ભારતની ડીગ્રી હવે ફ્રાંસમાં માન્ય રહેશે. બન્ને દેશો વચ્ચે જોઈન્ટ સ્ટ્રેટેજીક વિઝન પર હસ્તાક્ષર થયા હતા. ભારત અને ફ્રાંસના લશ્કરો સંયુક્ત યુદ્ધાભ્યાસ કરશે.ફ્રેંચ મ્રુખે જણાવ્યું હતું કે વધુ ભારતીયો ભણવા આવે, અને ભારતીયો ફ્રાંસમાં સ્ટાર્ટઅપ શરુ કરે એવી તેમની ઈચ્છા છે. મેક્રોંએ ફ્રાંસને યુરોપમાં ભારતનું મોટું ભાગીદાર બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.


Advertisement