હવે ટ્રેન ટિકીટ પણ ટ્રાન્સફર કરી શકાશે

10 March 2018 06:02 PM
India
  • હવે ટ્રેન ટિકીટ પણ ટ્રાન્સફર કરી શકાશે

Advertisement

નવી દિલ્હી તા.10
જો તમે તમારી ક્ધફોર્મ રેલ ટિકીટ પર યાત્રા નથી કરી શકતા તો તેને પોતાના પરિવારના અન્ય સભ્યોને ટ્રાન્સફર કરી શકશો. ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર રેલવેએ આ અંગે જાણકારી આપવામાં આવી છે. આ નિયમ ઘણા વર્ષોથી છે પરંતુ તાજેતરના એક પરિપત્રમાં રેલવેએ તેનાથી ફરીથી લોકોને માહિતગાર કર્યા હતા.
1990માં જાહેર કરેલ માર્ગદર્શિકામાં 1997 તથા 2002માં સંશોધન કરવામાં આવ્યું હતું. જે પ્રમાણે કોઈપણ વ્યક્તિ ક્ધફોર્મ ટિકીટ પર પોતે જયારે યાત્રા ન કરી શકવાની સ્થિતિમાં પરિવારના અન્ય સભ્ય પિતા, માતા, ભાઈ કે બહેન, પતિ કે પત્નીના નામે પોતાની ટિકીટ કરી શકે છે.
આ માટે ટિકીટ ટ્રાન્સફર કરવા માટે તમારે ટ્રેન રવાના થવાની હોય તેના 24 કલાક પહેલા અરજી આપવી પડે છે. નિયમ પ્રમાણે ટિકીટ અન્ય કર્મચારીના નામે ટ્રાન્સફર કરી શકાશે, જો તમે ડયુટી પર મુસાફરી કરી રહ્યા હોય, લગ્નમાં જવા માંગતા હોય કે વિદ્યાર્થી હોય તેના માટે અધિકૃત રેલવે એડમીનીસ્ટ્રેશન તરફથી રેલવે સુપરવાઈઝરના વડાને અરજી કરવી જરૂરી છે. જેમાં બદલાયેલા નામ અને સીટ પર કોણ મુસાફરી કરશે તે અંગેની માહિતી આપવી જરૂરી છે.
વિદ્યાર્થીને શૈક્ષણિક સંસ્થાના વડાની મંજુરી, સૈન્યમાં ફરજ બજાવતા હોય તો કોઈ એક અધિકારીની મંજુરી સાથેની અરજી 24 કલાક અગાઉ આપવી પડશે. પરંતુ રેલ્વેના મુસાફરો આ સુવિધાનો યોગ્ય રીતે એક જ વખત લાભ લઈ શકશે તે યાદ રાખવું જરૂરી છે.


Advertisement