ગોંડલમાં કારખાનાના પાણીના ટાંકામાં ડુબી જવાથી ત્રણ વર્ષની બાળાનું મોત

10 March 2018 05:29 PM
Gondal
Advertisement

ગોંડલ શહેરના ઘોઘાવદર રોડ ઉપર આવેલ હુસેનભાઈ હજીભાઈ સુમરના સમૃદ્ધ સિમેન્ટ ફેક્ટરીમાં મજૂરીકામ કરતા મૂળ મધ્ય પ્રદેશ ના જાંબવા જિલ્લાના પાલા ગામના આદિવાસી પપ્પુભાઈ મહાવીર ની ત્રણ વર્ષની પુત્રી રવિના રમતા-રમતા પાણીના ટાંકામાં પડી જતાં તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું ઘટના અંગેની તપાસ સીટી પોલીસના જમાદાર આઈ એસ જાડેજાએ હાથ ધરી છે.પપ્પુભાઈ ને સંતાનમાં રવીના મોટી દીકરી હતી જ્યારે જ્યારે બે માસનો નાનો દીકરો છે બપોરના સુમારે પરિવાર સાથે જમ્યા બાદ પોતાની ઓરડીમાં સૂતો હતો ત્યારે રવીના અચાનક ઉઠી જઇ રમવા નીકળી હતી જ્યારે પિતા પપ્પુભાઈ એ ઉઠીને જોયું ત્યાં રવીના નો મૃતદેહ પાણીમાં તરતો હતો. આદિવાસી પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી ગોંડલ રહી મજૂરી કરી ઘર ગુજરાન ચલાવતો હતો.


Advertisement