દેશની શિક્ષણ પ્રથા બદલવા સંઘષૅ અેક માત્ર માગૅ : શિક્ષણવિદ અનિલ સહગોપાલ

10 March 2018 01:57 PM
Bhavnagar
  • દેશની શિક્ષણ પ્રથા બદલવા સંઘષૅ અેક માત્ર માગૅ : શિક્ષણવિદ અનિલ સહગોપાલ

મહુવામાં પૂ. મોરારીબાપુના સાનિઘ્યમાં શિક્ષણ પવૅનો પ્રારંભ

Advertisement

ભાવનગર, તા. ૧૦ ગુજરાતી કેળવણી પરિષદ દ્વારા મહુવામાં શ્રી મોરારીબાપુના સાંનિઘ્યમાં શિક્ષણ પવૅ પ્રારંભ વેળાઅે સંવાદ અાપતા જાણીતા શિક્ષણવિદ અનિલ સહગોપાલે કહયું કે, દેશની શિક્ષણ પ્રથા બદલવા સંઘષૅ અેકમાત્ર માગૅ છે. શિક્ષણ પવૅના પ્રારંભે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરાયા બાદ ગાંધીજીનો શિક્ષણ વિચારરુસામાન્ય વિધાલયોમાં તેનો વિનિયોગ વિષય પર સંવાદ અાપતા જાણીતા શિક્ષણવિદ અનિલ સહગોપાલે કહયું કે, નઈ તાલીમ જ સવૅ પ્રશ્ર્નોનું નિરાકરણ કરી શકે છે તેમણે વતૅમાન શિક્ષણ નીતિ જ શિક્ષણ વિરોધી બનતી રહયાનો વસવસો વ્યકત કયોૅ. સરકાર શિક્ષણના લોકભાગીદારી સાથે વ્યાપરી કરી રહેલ છે જેથી ચોકકસ વગૅ જ શિક્ષણ પામી શકે છે. દેશની શિક્ષણ પ્રથા બદલવા સંઘષૅ અેક માત્ર માગૅ છે તેમણે અા માટે જનચેતના ઉભી કરવા હાકલ કરી. અનિલ સહગોપાલે પુનામાં શ્રી સાવિત્રી ફૂલે તથા શ્રી ફાતિમાઅે શરૂ કરેલ પીડિત જાતિની શિક્ષણ સેવાથી લઈ અાજની શિક્ષણ વ્યવસ્થાનો કડવો ચિતાર અાપ્યો. ગાંધીજી ઉત્પાદક શિક્ષણના અાગ્રહી હતા જે હવે ઉત્પાદકતાનું શોષણ તથા મૂડીવાદીઅોના નફા માટે બની ગયું છે. ગુજરાતી કેળવણી પરિષદ દ્વારા મહુવામાં કૈલાસ ગુરૂકુલ ખાતે શ્રી મોરારીબાપુના સાંનિઘ્યમાં શિક્ષણ પવૅમાં વ્યાખ્યાનમાં શ્રી સુખદેવ પટેલે સંચાલન સંભાળ્યું હતું. અહીં અાશાબેન વૈધના સંચાલન સાથે વૈશાલીબેન શાહે સંવેદનશીલતાની કેળવણી તથા રતિલાલ બોરીસાગરે સાહિત્ય દ્વારા ìદયની કેળવણીના સંવેદનભયાૅ વ્યાખ્યાન અાપ્યા હતા. બપોર પછીની બેઠકમાં રેખાબહેન ભટ્ટના સંચાલન સાથે શિક્ષકરુવિધાથીૅ સંબધનું પ્રેમરસાયણ વિશે ચંદ્રકાંત વ્યાસ તથા શિક્ષણ વિધાથીૅ સંબંધનું રહસ્ય વિષે મનસુખભાઈ દ્વારા મનનીય ઉદબોધનો થયા હતા. સુદશૅન અાયંગરના પ્રશ્ર્ન અને દિશાદશૅન સાથેની જુથ ચચાૅરુનવી નજરમાં શ્રી ભદ્રાયુ વચ્છરાજાની દ્વારા કૌશલ્ય વિકાસ અને સજૅનાત્મકનો સંબંધ, અરૂણભાઈ દવે દ્વારા કૌશલ્ય વિકાસા મહેન્દ્ર ભટ્ટ દ્વારા યોગરુઉધોગરુસહયોગના સમન્વયની કેળવણી વિશે સુંદર રસાળ ચચાૅ વિવેચનો રજુ થયા. સમગ્ર શિક્ષણ પવૅ સંકલનનું સંચાલન મિતા ઝવેરીઅે સંભાળ્યું હતું. અા પવૅમાં રાત્રે જાણીતો લોકગાયક અરવિંદ બારોટે મેઘાણી તથા બીજા કવિઅોના ગીતોની લોકઢાળમાં અાસ્વાદ મોજ કરાવી હતી. સમગ્ર ગુજરાતમાંથી શિક્ષકો, શિક્ષણવિદો અને શિક્ષણ સાથે સંકળાયેલ કાયૅકતાૅઅો અા બે દિવસીય શિક્ષણ પવૅમાં જોડાયા છે. જેઅોને ગુરૂવારે મનસુખભાઈ સલ્લાના સંકલન સાથે અનિલ સહગોપાલ સાથે શિક્ષણ સંબંધી સંવાદ યોજયો હતો.


Advertisement