ઓખા પાલિકામાં મહિલા પ્રમુખની ખુરશીમાં ગોઠવાયો ‘પતિ’! શહેરમાં ચર્ચા

10 March 2018 01:39 PM
Porbandar
  • ઓખા પાલિકામાં મહિલા પ્રમુખની ખુરશીમાં ગોઠવાયો ‘પતિ’! શહેરમાં ચર્ચા

મહિલા પ્રમુખ નિર્ણયો કરે છે કે પતિદેવ વહિવટ ચલાવે છે? ઉઠતો સવાલ

Advertisement

(કમલેશ પારેખ)
મીઠાપુર તા.10
દેવભુમી દ્વારકા જીલ્લા મા ભાજપ શાસીત ઓખા નગરપાલિકા ના મહિલા પ્રમુખ ની કચેરી ની ખુરશી પર પ્રમુખ ની બદલીમા તેમના પતિદેવ ખુરશી પર બેસી ને તમામ વિકાસ ના કામો ના ભ્રષ્ટાચાર ના વહીવટ તમામ નાણકીય વ્યવહાર કરવામા આવે છે તો ખરેખર મહિલા હોદ્દેદારો હોય અને તેમના હોદ્દા ની કચેરી ની ખુરશી હોય તે ખુરશી પર પતિદેવ બેસી શકે ખરા કે શુ? આ બાબતે એક ખરેખર ગંભીર તપાસ નો વિષય કહેવાય આના પરથી એક ચોકસ કોઈ વ્યકિત હોય તેને પણ ખબર પડે કે ઓખા નગરપાલિકા મા ક્યાંય કેટલો વિકાસ કરવામા આવી રહ્યો છે અને ક્યાંય ભ્રષ્ટાચાર કરવામા આવી કહ્યો હશે..
પ્રમુખ ના પતિદેવ અવારનવાર નગરપાલિકા ની કચેરી ની અંદર પ્રમુખ ની ખુરશી પર બીરાજ માન થતાજ હોય છે.. આમ પ્રજામા પણ રોષ ભભુકી ઉઠેલ છે.. જાણવા મળતી વિગત મુજબ ટુક સમય મા નગરપાલિકા મા કાંઇ કડાકા ફડાકા થવાની સંભાવના છે.


Advertisement