ત્રણ નવા સ્ટીકર્સ પેક લોન્ચ કરવા માટે વોટસએપની યોજના

10 March 2018 11:49 AM
Technology
  • ત્રણ નવા સ્ટીકર્સ પેક લોન્ચ કરવા માટે વોટસએપની યોજના

વોટસએપના યુઝર્સ માટે ખુશખબર

Advertisement

નવી દિલ્હી તા.10
‘વોટસએપ’ દ્વારા ગુગલ પ્લેના બેટા પ્રોગ્રામમાં નવું અપડેટ કરવાની તૈયારી ચાલી રહી છે. નવા અપડેટનું વર્ઝન 2.18.75 હશે. ફેસબુકની એપ ઉમેરીને નવા ફીચરને મેસેજીંગમાં લાવવાની 2017થી જ ચાલી રહી હતી. તેમજ તે માટે ડીલીટ ફોર એવરીબડી અથવા પીકચર ઈન કે પછી લાઈવ લીકેશન ફીચરમાંથી એક પર પસંદગી ઉતારીને વોટસએપ તેના યુઝર્સને નવા ફીચર્સ આપવા માટે ખૂબ જ તત્પર છે તો નવા અપડેટમાં ખરેખર શું હશે? એ જાણવા તેના યુઝર્સમાં પણ ઈંતેજારી જોવા મળી હતી તેનો હવે અંત આવ્યો છે.
વોટસએપ ત્રણ નવા સ્ટીકર્સ પેક લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ પેકમાં સોલ્ટીસ્ટીકર્સ પેક, કપી સ્ટીકર્સ પેક તથા બીબીમ્બેય ફ્રેન્ડસ સ્ટીકર્સ પેકનો સમાવેશ કરવામાં આવશે.
સોલ્ટી સ્ટીકર્સ પેક અલીશા ક્રીઝીનોવસ્કા દ્વારા, કપી સ્ટીકર્સ પેક મીનસ્યુંગ સોંગ દ્વારા તથા બીબીમ્બેય પેટે એલીશન દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
વેબેટા ઈન્ફોના રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જો સ્ટીકર્સના ફીચર્સ હાલમાં ભલે તથા તમે એપ અપડેટ કરવા છતાં તે ન જોવા મળતા હોય તો પણ ચિંતાની જરૂર નથી. કારણ કે નવા અપડેટમાં સ્ટીકર્સ જોવા મળી જશે.


Advertisement