ભાવનગરમાં મસ્જિદનો ગુંબજ ધરાશાયી..8 દટાયા..

10 March 2018 12:18 AM
Rajkot Gujarat Saurashtra
Advertisement

ભાવનગર ના ચાવડીગેટ વિસ્તાર માં આવેલ બાપુની દરગાહ માં આવેલ મસ્જિદનો ગુંબજ સાથેનો સ્લેબ ધરાશાય થયો...
8 થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની વિગતો મળી રહી છે.

તંત્ર અને સ્થાનિક લોકો એ જહેમત કરી કાટમાળ હટાવી 4 ઇજાગ્રસ્તો ને હોસ્પિટલ ખસેડયા છે પણ હજુ પણ 2 થી વધુ લોકો કાટમાળ નીચે હોવાની શંકા ને લઈ ફાયર, પોલીસ અને લોકો એ કાટમાળ હટાવવા ની કામગીરી પુરજોશમાં શરૂ કરી છે. બનાવથી લોકોમાં નાશભાગ મચી ગઈ હતી. બચાવ કામગીરીમાં સૌ કોઈ લાગી ગયું છે.

બનાવમાં કોઈના મૃત્યુ થયાની વિગતો પોલીસે આપી નથી. ઘાયલોને સારવાર અપાઈ રહી છે. આ ઘટના ટોક ઓફ થી ટાઉન બની છે.


Advertisement