લો સરકારી કાર્યક્રમમાં 47000 એસટીબસો દોડાવાઈ પણ ભાડાના રૂા.22 કરોડ હજુ ચુકવાયા નથી

09 March 2018 06:31 PM
Ahmedabad

ભાજપના મેળાવડા-ઉત્સવોમાં મેદની એકત્ર કરવા તંત્રનો બેફામ ઉપયોગ: એસટી કર્મચારીઓના પડતર પ્રશ્ર્નો પણ અણઉકેલ

Advertisement

ગાંધીનગર તા.8
રાજય સરકારના કાર્યક્રમમાં એસટી બસોનો મહતમ ઉપયોગ થયા બાદ સરકારે હજુ નાણાં નહી ચુકવ્યાના આંકડાઓ પ્રશ્ર્નોતરીમાં સામે આવ્યા છે. વિધાનસભા ગૃહમાં આજે સવારની બેઠકમાં પ્રશ્ર્નકાળમાં વિવિધ જિલ્લાઓના પૂછેલા અલગ અલગ 11થી વધુ પ્રશ્ર્નમાં સરકારે કાર્યક્રમોમાં એસટી બસોનો ઉપયોગ તો કરી લીધો છે. જો કે હજુ પણ સરકારે એસટી નિગમને બાકી નીકળતા લેણા 22 કરોડ નહી ચુકવ્યાનું સામે આવ્યું છે.
આજે પ્રશ્ર્નકાળમાં વિવિધ પ્રશ્ર્નો અન્વયે સભ્યોએ ગૃહમાં પ્રશ્ર્ન ઉપસ્થિત કરતા જણાવ્યું હતું કે સરકારે તેના સરકારી કાર્યક્રમમાં જન મેદની એકઠી કરવા એસટી નિગમની બસોનો ઉપયોગ કર્યો છે ત્યારે છેલ્લા બે વર્ષમાં કેટલી બસોનો ઉપયોગ સરકારે કર્યો છે? ઉપરાંત એસટી નિગમને ભાડા પેટે કેટલી રકમ ચૂકવી અને હજુ કેટલી રકમ બાકી છે તેવા સવાલના લેખીત જવાબમાં વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે
છેલ્લા બે વર્ષમાં સરકારી કાર્યક્રમોમાં કુલ 47041 બસો દોડાવાઈ હતી. જયારે ભાડાની રકમ અંગેના ઉતરમાં તેમણે જણાવ્યું હતું કે તબકકાવાર નિગમને ભાડા પેટેની રકમ ચૂકવવામાં આવી છે અને બાકી રહેતી રકમ પણ ચૂકવી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી કાર્યક્રમોમાં બસોના ઉપયોગ બાદ એસટી નિગમને સરકારે ભાડાની પુરી રકમ નહી ચુકવ્યાનું પણ સામે આવ્યું છે, જે અંતર્ગત આજે પણ રાજયના 33 જીલ્લાની 22 કરોડ 78 લાખ રૂપિયા જેટલી એસટીના ભાડાની રકમ હજુ ચુકવવાની બાકી રહે છે. સૌથી વધારે અમદાવાદ જીલ્લામાં 5413 બસો સરકારી કાર્યક્રમોમાં દોડવાઈ હતી. જયારે ભરૂચ ડેપોની 5318 વડોદરા 4335 બસો દોડવાઈ હતી. જયારે સૌથી ઓછી પાટણમાં 97 બસો જ દોડાવાઈ છે.
સૌથી વધારે 4 કરોડ 36 લાખની રકમ પંચમહાલ જીલ્લામાં દોડાવાયેલ બસોના ભાડાની વસુલવાની બાકી રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ ઉત્સવો પાછળ અધ...ધ...ધ... ખર્ચ કરનાર ભાજપ સરકાર મેળાવડા અને ઉત્સવો, તેમજ અન્ય વીવીઆઈપી મહાનુભાવોની ગુજરાત મુલાકાત વેળા એ જન મેદની એકત્રીત કરવા એસટી બસનો ભરપુર ઉપયોગ તો કરે છે. પણ બાકી લેણ ચુકવવામાં ઉદાસીન રહે છે. તો બીજી તરફ એસટી કર્મચારીઓના પગાર ભથ્થા, ફીકસ પગારધાર એસટી કર્મચારીઓ આજે પણ ડ્રાઈવર કમ ક્ધડકટરની સેવા કરતા રહે છે. ઉપરાંત આજે નિવૃત કર્મચારીઓ એસટીના વર્તમાન કર્મચારીઓના એસોસીએશનના પ્રમુખ બની બેઠા છે ત્યારે કર્મચારીઓના પડતર પ્રશ્ર્ને પણ સરકાર સાથે સંકલન કરતા નથી અને પ્રશ્ર્નો પણ હલ થતા નથી.


Advertisement