ઈચ્છા મૃત્યુને સુપ્રિમ કોર્ટની શરતી મંજુરી

09 March 2018 02:28 PM
India
  • ઈચ્છા મૃત્યુને સુપ્રિમ કોર્ટની શરતી મંજુરી

નાગરીકોને સન્માનપૂર્વક મૃત્યુનો અધિકાર છે: તારણ ; દેશના કાનુની ઈતિહાસનો એક સિમાચિન્હ સમાન ચૂકાદો: ગંભીર દર્દમાં સપડાયેલા લોકોએ જો ‘લિવીંગ-વીલ” હોવાનો એશીવ યુથેનેશીયાથી મૃત્યુ આપી શકાશે. ;2005 થી ચાલી રહેલા કેસમાં અનેક સાવચેતીભર્યા તારણ ; જીવનને વેન્ટીલેટર-કે કૃત્રિમ લાઈફ સપોર્ટ સીસ્ટમથી લંબાવી શકાય નહિં ; કાનુની લિવીંગ વીલ’ હોવું જરૂરી: બંધારણની કલમ 21 નો હવાલો: જોકે એશીવ યુથેનેશીયા-એસકે ઝેરનું ઈન્જેકશન કે અન્ય રીતે મૃત્યુ આપી શકાશે.

Advertisement

નવી દિલ્હી તા.9
એક અભૂતપૂર્વ ચૂકાદામાં સર્વોચ્ચ અદાલતે એક અત્યંત ગંભીર ફરી જીવન મેળવી શકે તેવી સ્થિતિ ન હોય તેવા વ્યકિતને ઈચ્છા-મૃત્યુની શરતી મંજુરી આપી છે. આજે એક ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે એશીવ યુથેનેશીયા એટલે કે ઈચ્છા મૃત્યુ એ ચોકકસ સંજોગોમાં અધિકાર હોવાનું સ્વીકાર્યુ છે. સ્વતંત્ર ભારતનાં ઈતિહાસમાં આ ચૂકાદો અત્યંત મહત્વનો છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે મૃત્યુની નજીક રહેલા વ્યકિત દ્વારા જો અગાઉ ઈચ્છા મૃત્યુ (લીવીંગ વીલ) લખાયુ હોય તો તે ચોકકસ શરતો સાથે કાનુની ગણાશે.
અદાલતે તે નિશ્ર્ચિત કર્યુ કે મૃત્યુની નજીક હોય તે વ્યકિતને તે કયારે આખરી શ્ર્વાસ લે તે નિશ્ર્ચિત કરવાનો અધિકાર હોય અદાલતે જણાવ્યુ કે "લિવીંગ-વીલ” એક એવો દસ્તાવેજ છે જેમાં કોઈ દર્દી અગાઉથી જ એ નિર્દેશ આપે છે કે તે બિમારી-માંદગી-દર્દનાં એવા તબકકે હોય જયાંથી તેનો ઈલાજ કે સન્માનસભર જીવન શકય ન હોય તો તે તેની સારવાર બંધ કરીને તેને જે લાઈફ સપોર્ટ સીસ્ટમ પર રખાયા હોય કે તેવી કોઈ દવા અપાતી હોય તો તે બંધ કરવામાં આવે.
સુપ્રિમ કોર્ટનાં ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની અધ્યક્ષતામાં પાંચ જજોની ખંડપીઠે આજે આ ચૂકાદો આપતા કહ્યું કે જે રીતે લોકોને જીવનનો અધિકાર છે તે જ રીતે સન્માનપૂર્વક મૃત્યુનો પણ અધિકાર છે. આ અંગે એક એન.જી.ઓ ‘કોમન ક્રોઝ’ દ્વારા 2005 માં અરજી દાખલ કરવામાં આવી હતી. જેનાં ધારાશાસ્ત્રી શ્રી પ્રશાંત ભૂષણે ગંભીર બિમારીથી પિડાતા વ્યકિતને લીવીંગ-વીલથી મૃત્યુનો અધિકાર આપવા માંગ કરી હતી.
જોકે તેનો એકટીવ-યુથેનેશીયાની તરફેણ કરાઈ ન હતી. જેનો અર્થ એ કે ગંભીર દર્દથી પિડાતા વ્યકિતને કોઈ ઝેરનું કે તેવું ઈન્જેકશન આપીને મૃત્યુ આપવાની તરફેણ નથી પણ એશીવ યુથેનેશીયા એટલે કે તેની લાઈફ સપોર્ટ સીસ્ટમ હટાવી લેવી તેની દવા-સારવાર બંધ કરવીનો સમાવેશ થાય છે.
અદાલતી સુનાવણી સમયે એ મુદ્દો ચર્ચાઓ હતો કે જે તે દર્દી હવે પુન: યોગ્ય થઈ શકે તે કઈ રીતે નકકી થશે! આ અંગે ભારતમાં કોઈ કાનુન નહિં હોવાથી કોમામાં સરી પડેલા વ્યકિતને લાઈફ સપોર્ટ સીસ્ટમ પર સતત રાખવામાં આવે છે તેથી નથી તબીબ નિર્ણય લઈ શકતા કે નથી દર્દી ખુદ નિર્ણય લઈ શકે તેવી સ્થિતિ હોય છે.કારણ કે તે તો કોમામાં જ હોય છે.જયારે દર્દીના સગા સબંધી પણ આ પ્રકારનાં નિર્ણય જે લાગણી સાથે જોડાયેલા હોય તેમાં દર્દીને મૃત્યુની મંજુરી આપવા સક્ષમ હોતા નથી અને કાનુની પ્રક્રિયાનો પણ ડર હોય જ છે. અગાઉથી લીવીંગ વિલ બનાવ્યુ હોય તેને ઈચ્છા મૃત્યુનો અધિકાર અર્થાત તેને મૃત્યુની પસંદ કરવાનો અધિકાર હશે. સુનાવણી દરમ્યાન એ પ્રશ્ર્ન પણ ઉભો થયો કે એ કોણ નકકી કરશે કઈ રીતે નકકી કરશે કે દર્દી દીઠ થઈ શકશે નહિં.
આ માટે એક ગાઈડ લાઈન પણ તૈયાર થશે.અગાઉ કેન્દ્ર સરકારે આ મુદ્દે એક કમીટી પણ રચી હતી જેમાં ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીને એસીવ યુથેનેશીયા મારફત મૃત્યુનો અધિકાર આપવા ભલામણ કરી હતી. પણ સરકારે તે સમયે લીવીંગ-વીલને સમર્થન આપ્યું ન હતું અને એવુ દર્શાવ્યું હતું કે તે એક આત્મહત્યાને મંજુરી આપવા જેવુ જ હશે. આજ કારણોસર મુંબઈની નર્સ અરૂણા શાનબાગ જે 35 વર્ષથી કોમામાં હતી તેની લાઈફ સપોર્ટ સીસ્ટમ પાછી ખેંચી લેવા સર્વોચ્ચ અદાલતે મંજુરી આપી ન હતી.
'Living Will' Allowed With Strict Guidelines, Says Supreme Court
શુધ્ધબુધ્ધિથી-સભાનતામાં બનાવેલુ લીવિંગ-વીલ માન્ય......
આખરી નિર્ણય મેડીકલ બોર્ડ લેશે: ભવિષ્યમાં કાનૂન બનશે:સુપ્રિમ કોર્ટે અસાધારણ સતાનો ઉપયોગ કરી ખુદે ગાઈડલાઈન બનાવી: બંધારણનો ભંગ ન થાય તેની સાવધાની
નવી દિલ્હી:સર્વોચ્ચ અદાલતે આજે એક અભૂતપૂર્વ ચુકાદામાં ઈચ્છા મૃત્યુને બહાલી આપી છે પણ તેની સાથે કેટલીક શરતો અંગે અને તેના આધારે એક કાનુન પણ બનશે.
સર્વોચ્ચ અદાલતનાં પ્રાથમીક તારણો મુજબ કોઈ ગંભીર બિમારીનાં ભોગ બનેલ વ્યકિત તેની સભાન અવસ્થામાં એક લિવીંગ-વીલ (ઈચ્છા-મૃત્યુ-વસીયતનામું) તૈયાર કરશે. મતલબ કે જે તે વ્યકિત તેની સારી માનસીક સ્થિતિમાં હોય તે સમયે જ આ લિવીંગ-વીલ બનાવી શકશે અને તે માન્ય રહેશે. એ પ્રથમ વખત બન્યુ છે કે સર્વોચ્ચ અદાલતે તેની સતાનો અસાધારણ ઉપયોગ કરીને લિવીંગ-વીલની ગાઈડ લાઈન પણ નિશ્ર્ચિત કરી છે.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે એડવાન્સ-ડાયરેકટીવ એટલે કે દર્દીએ જે અગાઉથી સુચના આપી હશે તેનો અમલ કોણ કરી શકે તે નિશ્ર્ચિત ન કર્યુ હોય તો તેના સગા-સબંધી કે પછી ગાઢ મિત્રો તેનો અમલ કરશે.એક વખત આ સ્થિતિ આવે તો દર્દીને ઈચ્છા મૃત્યુની મંજુરી આપી શકાય કે કેમ તે નિશ્ર્ચિત કરવા એક મેડીકલ બોર્ડ ઝોન વાઈઝ હશે તેની પાસે આ કેસ જશે.
ફાઈનલ કોલ તે લેશે જયાં મેડીકલ બોર્ડ ન હોય ત્યાં દર્દીના સગા કે નજીકનાં મિત્ર સંબંધિત હાઈકોર્ટનો સંપર્ક કરી શકશે અને તે મેડીકલ બોર્ડ રચીને જે તે કેસની સુનાવણી બાદ નિર્ણય લેશે.
લિવીંગ-વીલ એ પૂર્ણ રીતે લેખીત દસ્તાવેજ હશે.(ડીજીટલ નહિં) અને તે ત્યારે જ એકશનમાં આવશે કે જયારે દર્દી ખુદ તેની સંમતી-અસંમતી વ્યકત કરવા માટે સક્ષમ નહી હોય.અદાલતે એશીવ યુથેનેશીયાને કાનુની માન્યતા આ સાથે આપી છે. સારવાર કે સપોર્ટ વિથડ્રો કરવા પુરતી જ મર્યાદિત હશે.ભારતમાં એકટીવ યુથેનેએશીયા તો ભારતમાં પ્રતિબંધિત છે. વાસ્તવમાં ભારતના બંધારણમાં સ્પષ્ટ લખાયુ છે કે કોઈ વ્યકિત પાસેથી તેનું જીવન છીનવવાનો કોઈને અધિકાર રહેશે નહિં સિવાય કે કાનુની રીતે માન્ય રખાયું હોય.
વાસ્તવમાં 2006 માં કેન્દ્ર સરકારે ઈચ્છા મૃત્યુ સંબંધી એક ડ્રાફટ દસ્તાવેજ "મેડીકલ ટ્રીટમેન્ટ” ઓફ ટર્મીનલ ઈલ-એશન્ટ (પ્રોટેકશન ઓફ પેશન્ટ એન્ડ મેડીકલ પ્રેકટીશ્નર) તૈયાર રાખ્યુ હતું. પરંતુ સર્વોચ્ચ અદાલતમાં તે સબંધી કેસ ચાલતો હોવાથી તેમાં આગળ વધી શકાયુ નહિં.
જેમાં બ્રેઈડ ડેડ વ્યકિતને પણ મૃત જાહેર કરવો કે કેમ તે નિશ્ર્ચિત કરવાનું કામ તબીબોની પેનલ જે તેની સારવારમાં ન હોય તેને સુપ્રત કરવાનું હતું. તેમાં લિવીંગ વિલની કોઈ જોગવાઈ ન હતી.


Advertisement