ગોંડલમાં વાણંદ પરિવાર દ્વારા પ્રેરણારૂપ કાર્ય

09 March 2018 01:43 PM
Gondal
  • ગોંડલમાં વાણંદ પરિવાર દ્વારા પ્રેરણારૂપ કાર્ય

પ્રેમિકાને સાડાત્રણ વર્ષ ઘરમાં દિકરીની જેમ સાચવી પુત્ર બાલીક થયા બાદ ધામેધૂમે લગ્ન કરી આપ્યા

Advertisement

ગોંડલ તા.9
લગ્નસરાની સિઝન ચાલી રહી છે નવયુગલો હરખભેર લગ્નના બંધને બંધાઈ જીવનસાથી સાથે જીવન યાત્રા શરુ કરી રહ્યા છે, ત્યારે ગોંડલના વાળંદ પરિવારે સમાજને પ્રેરણા આપતું કાર્ય કર્યું છે, પુત્ર નાબાલીક હોય તેની પ્રેમિકાને સાડાત્રણ વર્ષ ઘરમાં દિકરીની જેમ સાચવી પુત્ર બાલીક થયા બાદ ધામેધૂમે લગ્ન કરી આપ્યાં હતાં.
ગોંડલના ભોજરાજપરા શેરી નંબર 10 માં રહેતા ગોપાલ બીપીનભાઈ રાવરાણીની શહેરમાં જ રહેતી કુંભાર યુવતી માનસી સાથે નજર મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો, ગોપાલને બાલિક થવામાં સાડા ત્રણ વર્ષનો સમય ઘટતો હોય વાણંદ પરિવારે માનસીને દીકરીની જેમ ઘરમાં સાચવી હતી અને ગોપાલ બાલિક થઇ ગયા બાદ બે દિવસ પહેલા તેના લગ્ન ધામેધૂમે કરી આપ્યા હતા.
રાવરાણી પરિવારના મોરબી રહેતા વેવાઈ કનુભાઈ ગાંડાલાલ ભલગામડિયા અને ગોંડલ અક્ષર બુક સ્ટોર ધરાવતા હસમુખભાઈ મગનલાલ રાવરાણી ને સંતાનમાં પુત્રી ન હોય તેઓ દ્વારા માનસી ના માવતર બની વિધિવત ક્ધયાદાન આપવામાં આવ્યું હતું, આ લગ્ન વિધિ શહેરના પુનીત નગર મેઇન રોડ ઉપર આવેલ લીમ્બચ હોલ ખાતે યોજાઇ હતી.
પુત્રની પ્રેમિકા માનસીને ઉચ્ચ અભ્યાસની ઈચ્છા હોય વાણંદ પરિવાર દ્વારા સાડા ત્રણ વર્ષ દરમિયાન કોલેજ સુધીનો અભ્યાસ પણ કરાવવામાં આવ્યો હતો અને લગ્ન બાદ પણ અભ્યાસ કરવાની છૂટ આપવામાં આવી છે, માનસીએ બ્યુટી પાર્લરનો કોર્સ પણ કર્યો હોય તેને પગભર થવા માટે પણ વાણંદ પરિવાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
ગોપાલ ના પિતા બીપીનભાઈ અને કાકા પ્રમોદભાઈ એ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં લગ્ન માટે યુવક યુવતી ની પોતાની પસંદગી હોય છે, વાલીઓ દ્વારા રોકટોક કરાય તો તેના પરિણામ અવળા પણ આવતા હોય છે જેથી કરીને અમારા પરિવારે લગ્ન સ્વીકારી લીધા હતા અને બંને ને સમજાવ્યા હતા કે લગ્ન માટે બાલિક હોવું જરૂરી છે જે બંને એ વાત માનતા આજે ધમેધુમે લગ્ન થવા પામ્યા છે.


Advertisement