ગુજરાતમાં ભાજપે સલામત ગેઈમ રમી: કર્ણાટકમાં રાહુલ પસંદ ફગાવાઈ

08 March 2018 12:16 PM
Politics
  • ગુજરાતમાં ભાજપે સલામત ગેઈમ રમી: કર્ણાટકમાં રાહુલ પસંદ ફગાવાઈ

રૂપાલા-માંડવીયા દિલ્હી જ રહેશે: ગત વર્ષની ચૂંટણી જેમાં ફિયાસ્કો રોકવા ત્રીજી બેઠક ભણી જોયુ પણ નહિં રાજયસભા ચૂંટણીમાં મતદાનની શકયતા નહીવત પણ દાવેદારી માટે સ્પર્ધા યુપીમાં મુલાયમની અનિચ્છા છતા અખિલેશે જયા બચ્ચનને પસંદ કર્યા: રામગોપાલ યાદવને ટીકીટ નહિં કર્ણાટક્માં સામ પિત્રોડાને ઉમેદવાર બનાવવાના રાહુલના આદેશને ફગાવતા મુખ્યમંત્રી સિધ્ધરમૈયા કોંગ્રેસને હવે પિત્રોડા ઉપરાંત રાજીવ શુકલા-સિંઘવી-જનાર્દન દ્વિવેદી માટે બેઠક ગોતવી પડશે

Advertisement

નવી દિલ્હી: ગુજરાતમાં ભાજપે રાજયસભાની જીતી શકાય તેવી બે બેઠકો પર પક્ષના હાલનાં જ સભ્યોને જાળવી રાખીને લોકસભા ચૂંટણી સુધી કોઈ નવુ સાહસ નહી કરવા નિર્ણય લીધાના સંકેત છે તેથી ગુજરાતમાં હવે જેવો આ ચૂંટણી બાદની સ્થિતિમાં કોઈ "તક” ની રાહ જોતા હતા તેઓને નવા વ્યુહ વિચારવા પડશે તો બીજી તરફ આગામી સમયમાં યોજાનારી રાજયસભાની 58 બેઠકોની ચૂંટણીમાં ઉતર પ્રદેશમાંથી જયા બચ્ચન ફરી એક વખત સમાજવાદી પક્ષની ટીકીટ પરથી ચૂંટણી લડશે રાજય એસપી પાસે 47 સભ્યો છે તેથી તે એક સભ્યને ચૂંટણી કાઢવા માટે પુરતા છે. જયા બચ્ચન અગાઉ ત્રણ વખત સપાના પ્રતિનિધિ તરીકે રાજયસભામાં ગયા હતા આ ચૂંટણીમાં ફકત એકજ ઉમેદવાર જીતી શકે તેમ હોવાથી સપામાં જોરદાર ખેંચતાણ હતી.
મુલાયમસિંઘ યાદવ તેમના નાનાભાઈ શિવપાલ યાદવને આ બેઠક પર લગાવવા માગતા હતા પણ અખિલેશ યાદવનાં ધર્મપત્નિ ડીમ્પલ યાદવના આગ્રહથી જ જયાબચ્ચનને પસંદ કરાયા હતા તો બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની ઓથોરીટીને કર્ણાટકમાં પડકાર મળ્યો છે. રાહુલ ગાંધી અહી તેમના ટેકનો સલાહકાર સામ પિત્રોડાને ચૂંટણી લડાવવા માંગતા હતા અને આ માટે તેઓએ રાજયના મુખ્યમંત્રી શ્રી સિધ્ધ રમૈયાને નામ પણ મોકલ્યુ હતું પરંતુ શ્રી સિધ્ધરમૈયાએ કોઈ ચર્ચા વગર જ સામ પિત્રોડાનું નામ નકારી કાઢયુ છે અને કોઈ સ્થાનિક લીંગાત ઉમેદવારની અને મુસ્લીમને ટીકીટ આપવા જણાવતાં રાહુલ ગાંધી સ્તબ્ધ થઈ ગયા છે હવે રાહુલ માટે સામ પિત્રોડાને રાજયસભામાં લાવવા મધ્યપ્રદેશ કે ગુજરાતનો વિકલ્પ છે. અભિષેક મનુ સિંઘવીને ઝારખંડ-બંગાળમાંથી રાજીવ શુકલાને ચૂંટાવવાની અને જનાર્દન દ્વિવેદીને પણ એક રાજયમાંથી ચૂંટવાની ચિંતા છે પ.બંગાળમાં પક્ષના એક સમયના દિગ્ગજ નેતા અને પુર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીએ રાજીવ શુકલાને બદલે તેમના કોઈ ટેકેદારોનું નામ સુચવ્યુ છે હવે રાહુલ ગાંધી માટે તે સૌથી મોટો પ્રશ્ર્ન છે.
ભાજપે ગુજરાતને હાલ ડીસ્ટર્બ નહી કરવા બે નિવૃત થતા બે સભ્યો શ્રી પુરૂષોતમ રૂપાલા અને શ્રી મનસુખ માંડવીયાને જ રીપીટ કર્યા છે. જયારે નાણામંત્રી શ્રી અરૂણ જેટલીને લગભગ 18 વર્ષ પછી ગુજરાત બહાર યુપીમાં ચુંટણી લડાવાશે ભાજપે આ ચૂંટણીમાં સલામત ગેઈમ રમવાનું નકકી કર્યું છે. 2017 માં તેની હકકની ન હતી છતા એક બેઠક જીતવા માટે કોંગ્રેસના ધારાસભ્યોનું પક્ષાંતર કરાવ્યું અને તેમાંથી જ એક બળવંતસિંહ રાજપુતને ચૂંટણી લડાવી પણ 1 મતે હાર્યા અહેમદ પટેલને રાજયસભામાં જતા રોકવા જબરા રાજકીય કાનુની નાટયાત્મક દ્રશ્યો સર્જાયા હતા પછી પક્ષ માટે જે બુમરેંગ જેવી સ્થિતિ થઈ તેનાંથી બોધપાઠ લઈને વધારાના મતો ભલે વેસ્ટ જાય પણ પ્રતિષ્ઠા જળવાય તે રીતે આગળ વધવા નિર્ણય લીધાના સંકેત છે. તો બીજી તરફ લેઉવા કડવાનું કોમ્બીનેશન જાળવવા અને રાજય સરકાર પણ સ્થિર રહે તે જોવા માટે હાલ કોઈ નિર્ણય લીધો છે હવે કોંગ્રેસમાં અનેક લોકલ અને નેશનલ દાવેદાર છે. તેઓ કોણ બે ને પસંદ કરવા તે રાહુલની ચિંતા હશે.


Advertisement