ગોંડલના રીબ ગામે મકાનના છાપરા પરથી નીચે પટકાતા શ્રમિકનું મોત

07 March 2018 03:18 PM
Gondal
Advertisement

ગોંડલ તા.7
તાલુકાના રિબ ગામે ભગવાનજીભાઈ ના મકાને છાપરાના પતરા ફીટ કરી રહેલ સમયસિંગ વશરામભાઈ કટારીયા ઉંમર વર્ષ 55 અકસ્માતે નીચે પટકાતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતા વધુ તપાસ ગોંડલ તાલુકા પોલીસના જમાદાર એન.જે જાડેજાએ હાથ ધરી હતી.
ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી
ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતી કાજલબેન નરેશભાઈ મકવાણા વણકર ઉમર વર્ષ 30 કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા તાલુકા પોલીસના જમાદાર વિપુલભાઈ ગુજરાતીએ તપાસ હાથ ધરી હતી કાજલબેન ને સંતાન બે પુત્રી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા
ગોંડલ તાલુકાના મોવિયા ગામે વાડી ની ઓરડી પાસે ગોળ કુંડાળુ કરી જુગાર રમતા મનોજ અમૃતભાઈ રાદડિયા, ધીરુ છગનભાઈ ખૂંટ, મેહુલ મણીભાઈ કાલરીયા, મુકેશ બચુભાઈ ખૂંટ, ધીરજ ભીખુભાઇ વોરા તેમજ વિજય મુળજીભાઈ ગરાળા ને જુગાર રમતા તાલુકા પોલીસે ઝડપી રૂ. 12050 કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી વધુ તપાસ જમાદાર ડી યુ જાડેજા એ હાથ ધરી છે.


Advertisement